SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ આરાસણનાં જિનમંદિરોના અપ્રકટ અભિલેખો લક્ષ્મણ ભોજક તાજેતરમાં પ્રા. મધુસુદન ઢાંકી અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝના ઉપનિયામક ડૉ. મૂર્તિ, તસવીરકાર શ્રી સમીર પાઠક સાથે કુંભારિયા(આરાસણ)નાં જિનાલયોના સર્વેક્ષણ માટે ગયેલાં ત્યારે ત્યાં ખંભાદિ પર અંકિત કેટલાક એવા લેખો જોયેલા જે અદ્યાવધિ પ્રકાશિત ગ્રંથોમાં નોંધાયેલા નહોતા. આથી બીજી વાર જ્યારે શ્રી સમીર પાઠક ત્યાં ગયા ત્યારે સાથે હું તથા શ્રી અમૃત પટેલ પણ આ નવીન લેખોની વાચના કરવા ગયેલા. તે આ સાથે અહીં પ્રકટ થઈ રહ્યા છે. અહીં તેને કાલક્રમાનુસાર નહીં પણ જે જે જિનાલયમાંથી તે મળી આવ્યા છે તદનુસાર પ્રસ્તુત કર્યા છે. મહાવીર જિનાલય અહીં એક સ્તંભ પર લેખ તો છે, પણ તેમાં અક્ષરો અસ્પષ્ટ હોઈ તે વાંચી શકાયો નથી. શાંતિનાથ જિનાલય ૧. મૂળનાયકના ઉત્તરાભિમુખ મંદિરની પશ્ચિમ ભીંતના કુંભના ઘાટડા પર લેખ, જે કેવલાક્ષરમાં અને ગૂઢભાષામાં અંકિત હોઈ તેનો અર્થ સમજવામાં આવી શક્યો નથી. લેખ આ પ્રમાણે છે. પં. ૬ -રેવ.....રૂ તોતિન્દ્ર રૂ .........મોનિદ્ર j૦ ૨ .................. પ્રતિ ...................... v૦ રૂ ..... રૂ શ્રી નિયનરસિદ... પં૪ નસતત ...... ........ મોતી (?) पं० ५ ति श्री लि ૨. ત્યાં મૂલપ્રાસાદથી થોડું અગ્નિખૂણામાં રહેલી ચારધારયુક્ત કુલિકામાં સમવસરણ સહિતની અષ્ટાપદની રચના સ્થાપિત છે. તેની ચતુર્મુખ પ્રતિમા ઉપરની છાઘપટ્ટિકા પર કોતરાયેલો લેખ અગાઉ મુનિ વિશાલવિજયજીએ વાંચેલો'. તેમાં થોડા સુધારાવધારા સાથે ઢાંકી સાહેબ તથા હરિશંકર શાસ્ત્રીએ તેની પુનર્વાચના કરેલી. તેમાં પણ તે વખતે નહીં ઉકેલાયેલો ભાગ વાંચી અહીં તેની પૂરા વાચના આપવામાં આવે છે. સં૧૨૬૬ ITન શુદ્રિ ૨૦ વૃદ્ધ(બે) પ્રવાટે શ્રી ........ अहदेविसुत श्रे० नंदीवडभार्या पदमिन्याः पंचपुत्राः श्रे० जक्षदेव । बोपदेव । शोभनदेव । सू(?) र चंद्रा पं० श्रीकलशप्रमुखाः । बोपदेवशोभाभ्यां कुटुंबश्रेयार्थे समवसरणसहितं अष्टापदतीर्थं कारितं प्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः । અષ્ટાપદની રચનાના નમૂનાઓ વિરલ છે અને તે પણ અહીનો તો સલેખ નમૂનો હોઈ તેનું મહત્ત્વ Jain Education Intemational cation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy