SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Vol.II-1997-2002 વાચક લબ્ધિરત્નકૃત... ૨ ૨૭ મુઝ આગલિ એ બાપડા, રાંક સમાન વિચાર, માધવ રૂક્મણિ પ્રતિ ભાઇ, તું ભય મ કરિ મકર લગારિ. ૬૧ રવાનુકારી શબ્દ રચના વડે કવિએ ભાવને સઘનતા અર્પે છે. બલભદ્રના પરાક્રમથી પ્રભાવિત થયેલી રૂક્મિણી ભય પામીને “હરિ' દ્વારા બલભદ્રને એવી વિનંતિ કરાવે છે કે “રાજા રુક્ષ્મી ક્રૂર છે, તે છતાં તેને હણવો નહીં.' અહીં કવિએ રુક્મિણીનો નારી સહજ પોતાના ભાઈ પ્રત્યેના પ્રેમભાવને મધુર અભિવ્યક્તિ આપી છે. ‘રૂકમિણિ બોલઇ હરિનઈ હરખસ્યુજી, સાહિબ સુણિ મોરી વાત, કહિજયો જેઠ ભણી તુણ્ડિ એહવઉજી, પ્રીતમ ગુણિ અવદાત. ૬૬, રૂકમિણિ. ૨ષ્મી રાજા ક્રૂર અછઈ ઘણુંજી, તપિણિ હણિવી નાંહિ, એહ વચન મેરઉ પ્રતિપાલિજયોજી, દયા કરીનઈ આગાદ-' ૬૭. રૂકમિણિ. સસૈન્ય રશ્મી અને શિશુપાલ સાથેના એકલવીર મુસળધારી બલભદ્ર-વલોણાથી જેમ દહીંને મથવામાં આવે છે તેમ “વહરી દલ'નો ચૂરો કરી નાંખે છે. તે પરાક્રમ-વર્ણનમાં કવિએ સચોટ શબ્દની યોજના કરી બલભદ્રના વ્યક્તિત્વને પૂર્ણપણે વ્યક્ત કર્યું છે. વUરી તણઉ દલ આવ્યઉ દેખિનઇજી, હલ હથિયાર જુલાઇ, દહી જેમ મથિયાઇ મંથાણસ્જી, તિમ વછરી દલ તે ભઇ. ૬૯ રૂકમિણિ મૂસલ પ્રહારઇ કરિ સવિ હાથીયાજી, ભાંજિ કીધા દહવટ્ટ, અશ્વ તણા તિહાં પડિયા સાથિરાજી, સુભટ તણા બહુ થટ્ટ. ૭૦ રૂકમિણિ. ડરી ગયેલો શિશુપાલ સસૈન્ય નાસી જાય છે જેનું વર્ણન કરતાં કવિ સરસ ઉપમા પ્રયોજે છે. અપણી સૈન્ય સહિત અતિ બીહતઉજી, નાસિ ગયઉ શિશુપાલ, શગાલ તણી પરિ કાયર તે થયઉજી, દૂરિ ગયઉ મુખ બાલિ.' ૭૨. રૂકમિણિ તે સમયે ગગનમંડલમાં ‘તાલી દઈ' નાચતાં નારદની નાટ્યાત્મક ઉક્તિ પણ નોંધપાત્ર છે. ગગનમંડલિ નારદ તિણિ અવસરઇજી, નાચઇ તાલી દેઈ, ભો સિસુપાલ જુ ઇમ કિમ નાસીઈજી, કાયરપણી રે ધરેઇ.' ૭૩ રૂકમિણિ. સન્મુખ આવીને ઊભેલા રુક્ષ્મીને બલભદ્ર “ખૂર પ્રમાણઇ' બાણ મૂકીને એના “મસ્તક' અને અડધીમુંછ મૂડી નાંખે છે તે હાસ્યાસ્પદ ચિત્ર કવિની ચિત્રાત્મક વર્ણનશક્તિનો પરિચય કરાવી જાય છે. ખર પ્રમાણઇ જે બાણ અછઈ ભલઉજી, તેહની છેદઇ બાણ, મસ્તક મુંડય આધી મુંછમ્યું, કીધઉ એ અહિનાંણ” ૭૫. રૂકમિણિ. વહુ તણે–વહુને આપેલ વચન પ્રમાણે બલભદ્ર રફમીને જીવતો છોડી મૂકે છે તે પ્રસંગે બલભદ્ર એની વિડંબના કરતાં કહે છે. ‘મ મરિ મ મરિ રે કાયર તું ઇંહાંજી, નાસી નિજ ઘરિ જાઉ રમી રાજા તિહાં લાયાઉ ઘણુંજી, ન સર્ફ કુંડિન જાઉ.' ૭૭ રૂકમિણિ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy