________________
Vol.III. 1997-2002
અલંકારચિંતામણિ'માં.....
૧૩૯
રાજનીતિ અથવા તો યુદ્ધના સંબંધમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. મંત્ર, દૂત, પ્રયાણ ( યુદ્ધ અથવા યાત્રાનું) મૃગયા ( શિકાર), અશ્વ, હાથી, ઋતુ, સૂર્ય, ચંદ્ર, આશ્રમ, યુદ્ધ, શ્રી, વિવાહ, વિયોગ, સુરત, સુરાપાન અનેક પ્રકારનો ક્રીડાવિનોદ વગેરે મહાકાવ્યના વણ્ય વિષયો છે. (નં. વિતા. ૯/૨૪)
એ પછી ત્યાં અજિતસેન પ્રાયઃ પ્રત્યેકની સૂક્ષ્મ ચર્ચા કરે છે. (૧) રાજાના વર્ણનીય ગુણો
અલં ચિતા૧૨૬ થી ૨૮માં રાજાના ગુણો વર્ણવતાં કહ્યું છે કે, કીર્તિ, પ્રતાપ, આજ્ઞાપાલન, દષ્ટોનો નિગ્રહ. સંધિ-વિગ્રહ, યાન, આક્રમણ વગેરે. શસ્ત્ર વગેરેનો અભ્યાસ, નીતિનિપુણતા, ક્ષમા પર વિજય, ધર્મ પર પ્રેમ, દયાળુતા, પ્રજાવત્સલતા, જિગીષા–જીતવાની ઇચ્છા, ધૈર્ય, ઉદારતા, ગંભીરતા, ધર્મ, અર્થ, અને કામ પ્રત્યે અવિરોધી વર્તન, તેની પ્રાપ્તિના ઉપાયો કરવા, સામ દામ, દંડ અને ભેદ આ ચારનો રાજનીતિમાં પ્રયોગ, તદતિરિક્ત ત્યાગ, સત્ય, સદૈવ પવિત્રતા, શૂરવીરતા, ઐશ્વર્ય અને ઉદ્યમ વગેરેનું રાજાના અનુષંગે કવિએ નિરૂપણ કરવું જોઈએ. (૨) પટ્ટરાણીના વર્ણનીય ગુણો
૨૯થી ૩૨ પઘોમાં દેવી અર્થાતુ પટ્ટરાણીના ગુણોનું વર્ણન છે. જેમાં લજ્જા, નમ્રતા, વ્રતાચરણ, સુશીલતા, પ્રેમ, ચાતુર્ય, દાક્ષિણ્ય, સુંદરતા, મધુરવાણી, દયાળુતા, શૃંગાર, સૌભાગ્ય, માન, તદુપરાંત કામવિભ્રમો, પગ, તળિયું, એડી, નખ, જાંઘ, ઘૂંટણ, કટિ, ઉરુ, નિતંબ, સુંદર રામાવલી, ત્રિવલિ, નાભિ, અને દેહાંગો જેવાંકે મધ્યભાગ, વક્ષ:સ્થળ, ગળું, બાહુ, અંગુલિ, હાથ, દાંત, અધર, ગાલ, આંખ, ભ્રમર, ભાલ અને કાન તથા શિર, અને પછી વેણી, ગતિ તથા જાતિ આદિનું ટૂંકમાં નાયિકાનું નખશિખ વર્ણન કરવું. (૩) રાજપુરોહિતના ગુણો
રાજપુરોહિત નિમિત્તાદિ એટલે કે જ્યોતિષ, શુકન વગેરે શાસ્ત્રોનો જાણકાર હોવો જોઈએ. ઋજુ (છતાં) આપત્તિને દૂર કરવાની શક્તિવાળો, સાચાબોલો અને પવિત્રતા વગેરે ગુણોથી ભરેલો હોવો જોઈએ. (૪) રાજકુમારના ગુણો
૧/૩૪માં અજિતસેન રાજકુમાર યુવરાજના ગુણો વર્ણવતાં જણાવે છે કે રાજભક્તિવાળો, સુંદર, કળાઓનો જાણકાર, બળવાન (કયુદ્ધાદિમાં સામર્થ્યવાળો), નમ્ર, શસ્ત્ર અને શાસ્ત્રનો જ્ઞાતા, સુંદર બાહ્યાંગો એટલે કે સુચારુ હાથ, પગ વગેરે વાળો હોવો ઘટે. (૫) રાજમંત્રી(પ્રધાન)ના ગુણો
પવિત્ર, ક્ષમાવાન, શૂરવીર, વિનમ્ર, બુદ્ધિમાન, (રાજ)ભક્તિથી યુક્ત, આન્વીક્ષિકી વગેરે વિદ્યાઓનો જ્ઞાતા (=રાજનીતિનિપુણ), વ્યવહારનિપુણ, અને સ્વદેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓના ઉદ્યોગોનું હિત જોનાર તથા ઉદ્યમશીલ વગેરે ગુણોવાળો રાજમંત્રી હોવો જોઈએ (અલ, ચિંતા, ૧/૩૫). (૬) સેનાપતિના વર્ણનીય ગુણ
સેનાપતિ નિર્ભય હોવો જોઈએ. વળી શસ્ત્રના અભ્યાસમાં અને પ્રયોગમાં સક્ષમ હોવો જોઈએ. તદુપરાંત રાજભક્ત અર્થાત રાજ્ય, દેશ અને રાજા પ્રત્યે ભક્તિવાળો, મુશ્કેલીથી જીતી શકાય તેવો. બુદ્ધિશાળી અને રણસંગ્રામમાં જીતનારો હોવો જોઈએ. (૧/૩૬)
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org