SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ વસત્તાકુમાર મ. ભટ્ટ Nirgrantha યાદચ્છિકતા(arbitrariness)ની વાત કરે છે તે જ વાત હેમચંદ્ર સ્યાદ્વાદને આગળ ધરીને કરી છે એમ કહેવામાં કશો અપલોપ થતો નથી. ભાષાના વૈચિત્ર્યનો ખુલાસો આપવા “સ્યાદ્વાદ' ને આગળ ધરીએ ત્યાં સુધી તો તે આવકાર્ય છે. પરંતુ સ્યાદ્વાદથી શબ્દસિદ્ધિ થાય છે” (૧-૧-૨) એવો સર્વતોભદ્ર અધિકાર વ્યાકરણતંત્રના આરંભે જ મૂકવામાં આવે તો કદાચ તાર્કિક દોષ ઊભો થવાની પણ સંભાવના રહેલી છે. જેમકે, સાદા શબ્દમાંનું ‘ચા' રૂપ અન્ મુવિ ધાતુનું વિધ્યર્થ ત્રી. પુ. એ. વ. છે. તથા “સપ્તમી'ના અર્થાતુ વિધ્યર્થના ક્રિયાપદમાંથી જે જે અર્થો મળી રહે છે તેનું નિરૂપણ આ સૂત્રમાં કરવામાં આવ્યું છે : વિધિ-નિમન્ના-મન્ના-ધબ્દ-સંપ્રશ્ન-પ્રાર્થના સિ. દે. શ. ૫-૪-૨૮. અહીં ગણાવેલા અર્થો મુજબ તો સાદું રૂપમાંથી “આમ થવું જોઈએ | હોવું જોઈએ જ” એવો વિધિપરક અર્થ પણ નીકળી શકે. તદુપરાંત, “આમ કરવું હોય તો કરી પણ શકાય” એવો. કામચાર' રૂપે અર્થ પણ કાઢી શકાય. જો હા રૂપમાંથી વિધિપરક અર્થ સ્વીકારીએ તો તો હેમચંદ્રનું વ્યાકરણ prescriptive grammar (આદેશાત્મક અને વિધિનિષેધાત્મક વ્યાકરણ) બની રહે, પણ જો શ રૂપમાંથી કોઈ કામચાર' અર્થ લેવા પ્રેરાય તો ઘણી બધી અનિષ્ટ પરિસ્થિતિઓ ઊભી થાય એમ છે. દા. ત. –સમાનાનાં તેન તીર્ષ: I (સિ. હે, શ, ૨-૨-૨) સૂત્ર કહે છે કે “સમાન' એવી સંજ્ઞાવાળા (, મા, રૂ, રૂં, ૩, ૪, ત્ર 8, , ) વર્ણો તેમની પાછળ રહેલા “સમાન' સંજ્ઞાવાળા વર્ગોની સાથે સંધિ પામતાં દીર્ઘ થાય છે. જેમકે - ઇg + કમ્ ઢ3ીમ્ | સી + મા Iતા - સીતા | ધ + ટ્રમ્ સૂધીમું વગેરે. પણ જો કોઈ છાત્ર અહીં થાનું આશ્રમણ કરીને એવો સૂત્રાર્થ વિચારે કે સમાનાક્ષરનો તેની પાછળ આવેલા સમાનાક્ષરની સાથે સંધિ થતાં દીર્ઘ નથી પણ થતો, તો _ + મઘમ્ માં તે છાત્ર કદાચ પ્રાપ્ત સંધિ કરશે નહીં ! અથવા હૃસ્વવિધિ જ કરશે :- તો આવો સંધિ વિષયક સ્વેચ્છાચાર ભાષામાં માન્ય કરી શકાય એમ નથી. તેથી હૈમ વ્યાકરણ પરંપરામાં જે ન્યાયસંગ્રહ તૈયાર થયો છે તેમાં આવું એક પરિભાષાવચન સ્વીકારવામાં આવ્યું છે :- સર્વ વાવ સાવધારણમ્ | (ચા, સં. ૨-૧૮) “સિ. હે, શ.- નાં બધાં જ વાક્યોમાં (અર્થાત વિધિસત્રોમાં) અવધારણાર્થક વિ કારનું ગ્રહણ ન કર્યું હોય તો પણ, તે વાક્ય અવધારણા છે એમ જાણવું.” આવા પરિભાષાવચન(જેને “ન્યાય” પણ કહે છે, તેના)થી સમાનતાં તેન તીર્થ: (ચ વ) એવું પર્વ કાર સહિતનું નિશ્ચયાત્મક વિધાન જ મૂળ સૂત્રકારે લખ્યું છે એમ નક્કી થાય છે જેથી હું + મમ્T માં “દીર્ઘ જ કરવો જોઈએ’ એમ સમજવાનું છે અને કેવળ ડીપ્રમ્ | ની જ સિદ્ધિ કરવાની છે. આમ વિધિસૂત્રો વગેરેની અંદર સ્યાદ્વાદનું આશ્રયણ કરવાથી જે અનિષ્ટ ઊભું થઈ શકે તેમ હતું, તેને ટાળવા માટે “ન્યાયસંગ્રહમાં સર્વ વાક્ય સાવધારણમ્ ! એવો ન્યાય સંગૃહીત કરવામાં આવ્યો છે. હૈમવ્યાકરણ પરંપરામાં આ ન્યાય વિશે જે વિચારણાઓ થઈ છે તે જોઈશું : હેમહંસગણિ કહે છે કે શાસ્ત્રારંભે સ્થાપેલા ચાની પ્રવૃત્તિ સાર્વત્રિક નથી એમ સૂચવવા એ ન્યાય રજૂ કર્યો છે. બીજું, ઋતિ દુલ્લો વા. (સિ. હે શ. ૧-૨-૨) જેવાં સૂત્રોમાં વા પદનું ગ્રહણ કરીને, જે વૈકલ્પિક વિધાન કર્યું છે તેના ઉપરથી આ (ચા. સં. ૨-૧૮) ન્યાયનું અસ્તિત્વ જ્ઞાપિત થાય છે. જો આવો ન્યાય જ ન હોત તો, ૧૨-૨નો અર્થ દૂર્વા: પાવ થાવ ! એવો થશે. આમ ‘વા' એવા પદને ઉમેરવાની જરૂર જ ન હતી. છતાંય વા પદને ઉમેર્યું છે તેથી એવું જ્ઞાપિત થાય છે કે સર્વ વાક્ય સાવધારાન્ ! (ચ. સં. ૨-૧૮) એવો જાય છે; અને તેનાથી હૃસ્વાદિ વિધિઓનું વિધાન નિત્ય થવા આવતું હતું, તેને રોકવા માટે વા પદની જરૂર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy