SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ રવિ હજારનીસ Nirgrantha અને આથી જ આ પ્રતિમા બુદ્ધની હોવાનું સ્વીકાર્ય લાગતું નથી. અને તે તીર્થકરની, તેમ જ શ્વેતાંબરને બદલે ‘અચલ ક્ષપણક' સંપ્રદાયની હોવા અંગે કોઈ સંશય રહેતો નથી. ૨. પ્રતિમાના આસનને સંલગ્ન અને તીર્થંકરના શીર્ષ પાછળ જતું પતરું સીધું જતું ન હોઈ, આગળ તરફ જમણી બાજથી અને ડાબા પડખેથી કેટલોક ભાગ ખાંચાઓ સાથે આગળ આવતો નજરે પડે છે (જુઓ ચિત્ર-૨), જે નાગફણા(?)નું સૂચક હોઈ આ પ્રતિમા પાર્શ્વનાથનો સંભવ દર્શાવી રહે છે. પાર્શ્વનાથની અન્યથા સુડોળ દેહરચનામાં પણ કંઈક નાના લાગે છે, છતાં પ્રાચીન શિલ્પોમાં હોય છે તેવા સરખા કેશ અને મુખની ભાવપૂર્ણ રચના, આસનના સ્કંધ પાછળથી જતા પ્રાચીન લઢણના પાટડાની રચના, કંડારની સાદાઈ અને વિશિષ્ટ શૈલી ઈત્યાદિને ધ્યાનમાં રાખતાં તેને ઈસ્વીસનના સાતમા શતકના પ્રારંભે મૂકી શકાશે. ઉપલબ્ધ તમામ પાસાંઓની વિચારણા બાદ કહી શકાશે કે ગઢમહુડીની વિરલ પાર્શ્વનાથની અચેલ-ક્ષપણક સંપ્રદાયની ઓળખ સાથે મહત્ત્વના ધાતુશિલ્પનો ઉમેરો થયો છે*. ટિપ્પણો :૧. હાલ એ પ્રતિમા કચેરીના સંગ્રહમાં સુરક્ષિત છે. એનું ચિત્ર અને મંજૂરી માટે લેખક શ્રી દિનકર મહેતા, પુરાતત્ત્વ નિયામક, ગુજરાત રાજ્ય, અમદાવાદના આભારી છે. ચિત્ર પુરાતત્ત્વખાતાના સૌજન્યથી રજૂ કરેલ છે. ૨. રવિ હજરનીસ અને મુનીન્દ્ર જોષી, “ગુજરાતના એક અપ્રસિદ્ધ ક્ષત્રપકાલીન શિલ્પનું શીર્ષ”, સ્વાધ્યાય, વડોદરા ફેબ્રુ-૧૮૭, પૃ૧૮૨, ૩. રવિ હજરનીસ અને મુકુંદ રાવલ, “બે દેવી મસ્તકો", વિદ્યાપીઠ, અમદાવાદ જાન્યુ-ફેબ્રુ-૧૯૮૧, પૃ. ૫૧. 8. Umakant shah, Akota Bronzes, Bombay 1959, plates Ib, 2a, and 2b. ૫. Ibid., plates 18, 39, 40, 43 and 58. ૬. Ibid. ૭. ગજ-વ્યાલ-મકર ત્રયી (Trio ); વ્યાલ શિલ્પો માટે જુઓ : (24) M. A. Dhaky, The Vyala Figures on the Mediaeval Temples of India, Varanasi 1965. (બ) રવિ હજારનીસ, ગુજરાતનાં “બાલશિલ્પો” (ઈ. સ. ૧૩૦ સુધી), ચંદ્રક વિજેતા નિબંધો-૧૯૮૮, (સં.) પરમાર/શુકલ, અમદાવાદ ૧૮૯. (ક) દિનકર મહેતા, “જૂનાગઢનાં વ્યાલ શિલ્પો” (અદ્યાપિ અપ્રસિદ્ધ લેખ.). C. Umakant Shah, "Sculptures from Samlaji and Roda," Bulletin of the Baroda Museum and Picture Gallery, Baroda 1960, plates off. ૯. લેખ અંગેનાં સૂચનો માટે લેખક સ્થાપત્યકલાવિદ્ પ્રા. મધુસૂદન ઢાંકીના ઋણી છે. લેખમાં સહાય શ્રીમતી સ્વાતિ જોષીએ અને શ્રી ભાઇ રાવે મકવાણાએ આપી છે. Jain Education Intemational International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy