________________
૧૦૪
લક્ષ્મણભાઈ ભોજક
Nirgrantha
(૧૪) સં. ૧૫૨૩/ ઈ. સ. ૧૪૬૭માં બીબીપુરના પ્રાગ્વાટ જૈન કુટુંબે ભરાવેલ કુંથુનાથની આ પંચતીર્થી ધાતુપ્રતિમા વૃદ્ધ તપાગચ્છના જ્ઞાનસાગરસૂરિએ ભરાવેલ હોઈ અગત્યની છે.
सं० १५२३ वर्षे वैशाख शुदि १३ गुरौ श्रीबीबीपुरवास्तव्य-प्राग्वाटज्ञातीय-व्य० भूभवभार्या-ललीसुत-व्य० सीवाकेन भार्या टबी व्य० वच्छा-मुख्य-समस्तपुत्रयुतेन आत्मश्रेयसे श्रीकुंथुनाथबिंबं कारापितं प्रतिष्ठितं श्रीवृद्धतपापक्षे श्रीज्ञानसागरसूरिभिः ॥
(૧૫). ઉત્તર તરફના દહેરાસરમાં રહેલા આ કુંથુનાથની પંચતીર્થી ધાતુપ્રતિમા ઉકેશવંશના પરિવારજનોએ સં. ૧૫ર૩/ ઈસ૧૪૯૭માં પાટણમાં અંચલગચ્છીય જયકેસરિસૂરિના ઉપદેશથી ભરાવેલી. પ્રતિષ્ઠા અંચલગચ્છના શ્રીસંઘે કરાવેલી છે.
संवत १५२३ वर्षे वैशाष बदि ४ गुरौ श्रीऊएसवंशे दो० बडूआ भार्या मेघू-पु०-जय-सुश्रावकेण भा० जाल्हण भ्रातृ जैता पुत्र पूना सहितेन स्वश्रेयसे श्रीअंचलगच्छेश्वर-श्रीजयकेसरिसूरिणामुपदेशेन श्रीकुंथुनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीसंघेन पत्तने ।
(૧૬) સં. ૧૫૮૭ | ઈ. સ. ૧૫૩૧ની અજિતનાથની આ પંચતીર્થી ધાતુમૂર્તિ પણ ઉપર્યુકત દહેરાસરમાં છે. ભરાવનાર પ્રાગ્વાટ જ્ઞાતિના સભ્યો છે. પ્રતિષ્ઠાપક આચાર્ય તપાગચ્છીય હર્ષવિનયસૂરિ છે.
संवत् १५८७ वर्षे वैशाखमासे कृष्णपक्षे ७ दिने शनिवारे चांपानेरवास्तव्य प्राग्वाटज्ञातीय लघुशाषीय मं० राणा भा० रंगादे पु० श्रीनाकूनाम्न्या भ्रा० मं० विपा युतया श्रीअजितनाथबिंब कारापितं प्रतिष्ठितं तपागच्छनायक श्रीहर्षविनयसूरिभिः
માંડલની આ ધાતુપ્રતિમાઓમાં કેટલી માંડલમાં ભરાયેલી અને કેટલી પાટણાદિ સ્થળોની હશે તેનો નિર્ણય કરવો કઠણ છે. માંડલમાં વર્તમાને તપાગચ્છ, અંચલગચ્છ, અને પાર્ધચન્દ્રગચ્છ અસ્તિત્વમાં છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org