SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II - 1996 તારંગાના અહંતુ અજિતનાથના.. અજયપાળની વિરુદ્ધમાં રહેલા હોઈ તેમના દ્વારા રચાયેલ કેટલાક પ્રાસાદો અજયપાળે તોડી પડાવેલ; તેમાંથી કુમારપાલ વિનિર્મિત તારંગાના અજિતનાથ પ્રાસાદને આભડે યુક્તિપૂર્વક ઉગારી લીધેલો તેવી અનુશ્રુતિ v. fઉં. અને તે પછીના અન્ય કેટલાક પ્રબન્ધોમાં પણ નોંધાયેલી છે. નેમિનાગપુત્ર આભડ વસાહ અને યશોદેવપુત્ર દંડનાયક અભયદ જુદી જ વ્યક્તિઓ હોવાનું આમ ચારે તરફથી મળતાં પ્રમાણોથી તદ્દન સ્પષ્ટ થાય છે. પ્રબન્ધોનાં આ અસંદિગ્ધ સાક્ષ્યો જોતાં વિદ્ધદૂપુંગવ મહેતા અને સહયોગી વિદ્વાનું કનુભાઈ શેઠે એ બન્નેને શા માટે એક કરી દીધા છે તે સમજવામાં આવી શકે તેમ નથી. ૩૩. મહેતા | શેઠ પૃ૧૪૧, જુઓ ત્યાં “તારણ માટે અજિતનાથ'વાળી કંડિકા. + આ વાક્યનો અર્થ શું કરવો ! ૩૪. એજન. ૩૫. એજન. ૩૬. જુઓ “હેમચન્દ્રસૂરિચરિત,” અમાવરિત, સિંધી જૈન ગ્રન્થમાલા, ઝળ્યાંક ૧૩, સં. જિનવિજય મુનિ, અમદાવાદ કલકત્તા ૧૯૪૦, પૃ. ૨૦૭. ૩૭. જુઓ મહેતા | શેઠ જસદેવ' નીચે, પૃ. ૧૩૯, લેખકોએ તો ત્યાં મહામાત્ય શોધવલના પુત્ર યશોદેવને દંડનાયક અભયદનો ભાઈ પણ બનાવી દીધો છે ! ૩૮. તારંગાચૈત્યની રચના મિતિ માટે જુઓ “વીરવંશાવલી,” કંડિકા ૭૬, વિવિઘાછીય પટ્ટાવત્ની સંve (પ્રથમ ભાગ], સિંધી જૈન પ્રસ્થમાલા, મળ્યાંક ૫૩, પૃ. ૧૯૯, આ રચના જોકે પ્રાયઃ સં. ૧૮૦૬/ઈ. સ. ૧૭૫૦ જેટલા મોડા સમયની છે, પણ કર્તા સમક્ષ કેટલાંક જૂનાં ચોક્કસ સાધનો હતાં, જેને આધારે આજે વધારે જૂના પ્રબન્યાદિમાં નહીં જોવા મળતી કેટલીક કામની ઐતિહાસિક હકીકતો પણ ત્યાં પ્રાપ્ત થાય છે : જેમકે સં. ૧૩૬૩/ઈ. સ. ૧૩૦૭માં સિદ્ધપુરમાં સિદ્ધરાજ કારિત રુદ્રમહાલયનો ભંગ થયેલો તેવી હકીકત ત્યાં નોંધાયેલી છે : (એજન, પૃ. ૨૧૦). સંદર્ભગત પ્રતિમા રાજાની જ હોઈ શકે તેવાં કેટલાંક તુલનાત્મક પ્રમાણો છે. કર્ણાટકમાં ચાલુક્યરાજ સોમેશ્વર પ્રથમના મૃત્યુ બાદ તેના સ્મરણમાં કુરુવત્તિના, પ્રાયઃ ઈ. સ. ૧૦૭૨-૧૦૭૫ના અરસામાં પૂર્ણ થયેલા, પ્રાસાદના મંડપમાં રાજા સોમેશ્વરની પ્રતિમા મૂકેલી છે જેમાં પણ ચામરાદિ રાજચિહનો છે. આ સિવાય હેમચન્દ્ર (યા સોમપ્રભાચાર્ય ?) ના કુમારપાળની દિનચર્યામાં ચામર ઢોળતી વારાંગનાઓનો ઉલ્લેખ હોવાનું સ્મરણ છે. ખજુરાહોના એક લેખમાં પણ વારવધૂઓથી વીંટળાયેલા રાજાનો ઉલ્લેખ વાંચ્યો હોવાની સ્મૃતિ છે. પણ આ તમામ ચોક્કસ સન્દર્ભો મૂળ સાધનો જોયા બાદ જ લખી શકાય. સમયાભાવે તે ખોળી શક્યો નથી. ૩૯. વિદ્ધન્વર્ય મહેતા દ્વારા એમની આ આગવી પદ્ધતિ અનુસાર સમય સમય પર આવા મનનીય, પઠનીય, અને ઉપયુક્ત લેખો પ્રકટ થતા રહ્યા છે. પરિશિષ્ટ લેખ “કોમ્પઝ” થઈ પ્રાયઃ આખરી પ્રફસ જોવાઈ ગયા બાદ ડા. મહેતાના અવસાનના દુ:ખદ સમાચાર મળ્યા. તેઓ આજે વિદ્યમાન હોત તો સાંપ્રત લેખના નિષ્કર્ષો (તેના વિનોદ એવે વ્યંગ્ય સમેત સસ્મિત) સ્વીકાર્યા હોત. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy