SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ જિતેન્દ્ર શાહ Nirgrantha કલ્યાણસાગર, તથા તપાગચ્છીય શ્રી યશસાગરનો ઉલ્લેખ કર્યો છે. અહીં પ્રગટ કરેલી આવેલી કૃતિના અંતે ગુર આદિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વળી સ્યાદ્વાદમુક્તાવલીના દરેક તબકને અંતે ચારિત્રસાગરનો બહમાનપર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી એવું અનુમાન કરી શકાય કે ચારિત્રસાગર તેઓશ્રીના વિદ્યાગુર હોય અથવા તેમના દાદા ગુરુ હોઈ શકે, અથવા ધર્મમાં જોડનાર પ્રેરક સાધુ હોઈ શકે. કૃતિઓ : યશસ્વતસાગરે નીચે જણાવેલ ૧૪ કૃતિઓની રચના કરી છે. તેમાંથી ત્રણ કૃતિઓ જ પ્રકાશિત થઈ છે. બાકીની બધી કૃતિઓ અઘાવધિ અપ્રાપ્ય તેમ જ અપ્રકાશિત છે. ગ્રંથનામ સંવત્ ૧. વિચારષત્રિશિકાવચૂરિ ૧૭૨૧ ૨. ભાવસપ્તતિકા (પ્રકાશિત) ૧૭૪૦ ૩. જૈની સપ્તપદાર્થ (પ્રકાશિત) ૧૭૫૭ ૪. શબ્દાર્થસંબંધ ૧૭૫૮ ૫. પ્રમાણવાદાર્થ ૧૭૫૯ ૬. જૈનતર્કભાષા ૭. વાદસંખ્યા ૮. સ્યાદ્વાદ મુક્તાવલી (પ્રકાશિત) ૯. માનમંજરી ૧૦. સમાસશોભા ૧૧. ગૃહલાઘવવાર્તિક ૧૭૬૦ ૧૨. યશોરાજપદ્ધતિ ૧૭૬૨ ૧૩. વાદાર્થનિરૂપણ ૧૪. સ્તવનરત્ન ઉપરોક્ત ગ્રંથોની સૂચિ જોતાં જ ખ્યાલ આવી શકે તેમ છે કે તેઓ દર્શનશાસ્ત્ર તથા જયોતિષશાસ્ત્રના વિદ્વાન્ હતા. અને અન્ય વિદ્વાનોની જેમ વિશાળકાય, તર્કજાળ યુક્ત, અને એથી જટિલ મંથો ન રચતા પ્રારંભિક અભ્યાસી માટે ઉપયોગી એવા લઘુ ગ્રંથોની રચના કરી છે. આ ગ્રંથોનો અભ્યાસ કરવાથી તત૬ વિષયના વિશેષ અભ્યાસ અંગેની યોગ્યતા પ્રાપ્ત થઈ શકે તેમ છે. શબ્દાર્થસમ્બન્ધ : ભારતીય દર્શનશાસ્ત્રમાં શબ્દ અને અર્થના સંબંધ વિશે પૂર્વ કાળથી જ ઘણી ચર્ચાઓ થઈ છે. પ્રાયઃ દરેક દર્શનમાં અને દરેક દાર્શનિકે આ વિષય ઉપર ચર્ચા કરી છે. દર્શનશાસ્ત્રમાં પાંચ પ્રકારના સંબંધો માનવામાં આવ્યા છે. (૧) સંયોગ, (૨) સમવાય, (૩) તાદાભ્ય, (૪) તદુત્પત્તિ, અને (૫) વાચ્ય-વાચક Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy