________________
પદ
પારુલ માંકડ
નીચેનાં તારણો આપી શકાય.
(૧) નરેન્દ્રપ્રભે ભોજના ઉદાહરણનો વિનિયોગ ત્રણ રીતે કર્યો છે : (૧) જે તે અલંકારનું ઉદાહરણ જે તે અલંકાર માટે ભોજની જેમ = તેમને અનુસરીને સ્વીકારી લીધું છે. (૨) ક્યારેક ઉદાહરણ ભોજમાંથી લેવામાં આવ્યું છે. પણ સમજૂતી આગવી આપી છે અથવા મમ્મટ-રુય્યકમાં જો તે ઉદાહરણ હોય તો નરેન્દ્રપ્રભ તેમને અનુસર્યા છે. (૩) ક્યારેક ભોજનું ઉદાહરણ જે બીજા જ અલંકારનું કે ધ્વનિપ્રકારનું હોય તેને લઈને પછી નરેન્દ્રપ્રભે તેનો વિનિયોગ પોતાને યોગ્ય લાગતા અને મમ્મટ-રુયક તથા હેમચન્દ્રે સ્વીકારેલા અલંકારમાં કર્યો છે. આમ સહોક્તિના સે પ્રિયયા વગેરે ઉદાહરણમાં (પાઠ પણ નરેન્દ્રપ્રભે જુદો સ્વીકાર્યો છે) ભોજ વિવિક્તકર્મક્રિયા સમાવેશવાળી વૈસાદશ્યમૂલક સહોક્તિ — એવો ભેદ જુએ છે, જ્યારે નરેન્દ્રપ્રભ આમાં કર્મનું ક્રિયા સાથે ધર્મેક્સ જુએ છે તો જોાિલાપ અને ધૈર્યેળ સમં યામા આ બન્નેમાં પણ નરેન્દ્રપ્રભની સમજૂતી જુદી છે, પરંતુ સહવીર્યાં..માં તેઓ ભોજને અનુસર્યા છે.
Nirgrantha
(૨) રાનીમિવ વગેરે ઉપમાના ઉદાહરણની ચર્ચામાં નરેન્દ્રપ્રભે લાઘવ જાળવ્યું છે. ઘોતકલુપ્તામાં પણ તેમ જ છે, જ્યારે ભોજે આ ચર્ચા વિસ્તારથી યોજી છે.
(૩) કેટલાક ઉપમાપ્રકારોમાં નરેન્દ્રપ્રભ ભોજનું ઉદાહરણ સ્વીકારીને પછી હેમચન્દ્રને અનુસરે છે, જેમ કે, દંતો ધ્વાન્ડ્સ.... વગેરે.
(૪) અત્રં મો. ૮ાારૂના ઉપમાભેદો નરેન્દ્રપ્રભે ભોજની જેમ ઠંડી અનુસાર આપ્યા છે.
(૫) ભ્રાન્તિમાન્માં નરેન્દ્રપ્રભ લક્ષણોદાહરણ ભોજ પ્રમાણે આપે છે, પરંતુ ઉદાહરણની સમજૂતી મોટેભાગે રુષ્ણકાદિ અનુસાર છે. સ્મરણાલંકા૨માં લક્ષણ રુચ્યક પ્રમાણે છે જ્યારે ઉદાહરણ ભોજ પ્રમાણે. કદાચ પ્રકારોની નવીનતા અને ભ્રાંતિની હૃદયંગમ છાયાઓ તથા સ્મરણાલંકારના ઉદાહરણમાં રહેલું સૌંદર્ય નરેન્દ્રપ્રભના કવિજીવને સ્પર્શી ગયાં હશે. આ સિવાય પણ ભોજનાં અન્ય કવિત્વમય ઉદાહરણ પણ નરેન્દ્રપ્રભે ઉદ્ધર્યાં છે.
(૬) ભોજના સમાસોક્તિનાં સઘળાં ઉદાહરણ નરેન્દ્રપ્રભે અપ્રસ્તુતપ્રશંસારૂપે જ ગ્રાહ્ય કર્યાં છે, જેમાં ય્યક-મમ્મટનું અનુસરણ પણ ખરું.
(૭) ભોજના સંશયનાં ઉદાહરણ પણ તેમણે સ્વીકાર્યાં છે, પરંતુ ભોજના વિતર્કાલંકારનું તેઓ ખંડન કરે છે, જ્યારે ભોજ વિતર્કને સ્વતંત્ર અલંકાર તરીકે સ્વીકારે છે.
(૮) અપન્રુતિ અલંકારમાં ભોજનું એક ઉદાહરણ લઈને નરેન્દ્રપ્રભે તેને ‘વ્યાજોક્તિ’નું કહી પોતાનો જુદો મત આપ્યો છે.
(૯) ક્યારેક નરેન્દ્રપ્રભે ભોજનું ઉદાહરણ જુદા જ અલંકારવર્ગમાંથી સ્વીકાર્યું હોય. જેમ કે, વાક્શન્યાયમૂલક સમાધિ અલંકારનું ભોજે પ્રાપ્તશ્રીરેષ: સ્માત્ એ પ્રસિદ્ધ ઉદાહરણ આપ્યું છે. પરંતુ નરેન્દ્રપ્રભ તેમાં ધ્વન્યાલોક અને કાવ્યપ્રકાશને અનુસરીને વ્યતિરેકમિશ્રિતરૂપક માને છે. અને એ રીતે એને સાદશ્યમૂલક વર્ગનું સિદ્ધ કરે છે.
Jain Education International
(૧૦) નરેન્દ્રપ્રભ કાશ્મીરી પરંપરાના આલંકારિક છે અને ભોજ માલવપરંપરાના. આમ છતાં નરેન્દ્રપ્રભનું વલણ સમન્વયાત્મક હોઈ તેમણે સ૰ માંથી કેટલાંક ઉદ્ધરણો સ્વીકાર્યાં છે. આમાંથી કેટલાંકની ગંગોત્રી બન્ને માટે સમાન હોય એમ બની શકે, જેમ કે, ગાથાસપ્તશતી, શિશુપાલવધ, ઇત્યાદિ સાહિત્યિક કૃતિઓ, જેમાંથી ભોજ અને નરેન્દ્રપ્રભ બન્નેએ સીધું જ ઉદ્ધરણ પસંદ કર્યું હોય, એમ પણ બની શકે. જે ઉદાહરણનાં ઉદ્ગમસ્થાન આપણને નથી મળ્યાં તે અંગે પણ એમ જ કહી શકાય કે ભોજ અને નરેન્દ્રપ્રભ
For Private Personal Use Only
www.jainelibrary.org