SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આગમોમાં કૃષ્ણ અને દ્વારકા શાહ નીલાંજના એસ. શ્રીકૃષ્ણ અને દ્વારકાને લગતી માહિતી મહાભારત, હરિવંશ, અને કેટલાંક પુરાણોમાં ખૂબ વિગતે મળે છે. જૈન પરંપરા પ્રમાણે શ્રીકૃષ્ણ અરિષ્ટનેમિના નજીકના સંબંધી હોવાથી કૃષ્ણ વિશે, અને અરિષ્ટનેમિના નિવાસસ્થાન તરીકે દ્વારકા વિશે, જૈન સાહિત્યમાંથી ઠીક ઠીક માહિતી મળે છે. પ્રાચીન જૈન આગમગ્રંથોમાં જે અનુશ્રુતિ જળવાઈ છે, તે પુરાણોની અનુશ્રુતિ સાથે ઠીક ઠીક સામ્ય ધરાવે છે, છતાં કેટલીક બાબતોમાં એ જુદી પણ પડે છે. આથી કૃષ્ણ અને દ્વારકા વિશે આ જૈન આગમગ્રંથો પણ એક અગત્યનો સ્રોત બની રહે છે. જૈન મૂળ આગમગ્રંથો સાથે તે સૌ પરનું આગમિક સાહિત્ય-નિર્યુક્તિઓનો, ભાષ્યોનો, અને ચૂર્ણિઓનો–સમાવેશ તો સ્વાભાવિક રીતે થાય જ, પણ આ લેખમાં મૂળ ગ્રન્થો પરની આઠમી સદી સુધી લખાયેલી વૃત્તિઓમાં ઉપલબ્ધ થતી સામગ્રીનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. તે પછીની મધ્યકાલીન વૃત્તિઓમાં પાછળની અનુશ્રુતિ ભળી જતી હોવાથી, તે એટલી શ્રદ્ધેય ન ગણાય, છતાં કેટલીક વાર ખૂટતી બાબતોની પૂર્તિ કરવા માટે, તેમનામાં મળતી સામગ્રીનો પણ ઉપયોગ કરવો પડ્યો છે. પૌરાણિક અનુશ્રુતિમાં ખાસ કરીને, મહાભારતમાં અને હરિવંશમાં કૃષ્ણ અને દ્વારકા વિશે મળતી માહિતી વધારે પ્રાચીન અને આધારભૂત ગણાય, તેથી તેની સાથે જૈન આગમમાં મળતી માહિતીની અહીં સરખામણી કરી છે. કૃષ્ણ નવમા વાસુદેવ તરીકે : જૈન આગમગ્રંથોમાં વારંવાર નવ વાસુદેવ અને નવ બલદેવ ગણાવવામાં આવે છે, તેમાં કૃષ્ણનો ઉલ્લેખ નવમા વાસુદેવ તરીકે થાય છે. આ નવ વાસુદેવનાં નામ આવશ્યકનિર્યુક્તિ(આનિ) (પ્રાયઃ ઈસ્વી પ૨૫)માં નીચે પ્રમાણે મળે છે : ત્રિપૃષ્ઠ, દ્વિપૃઇ, સ્વયંભૂ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુંડરીક દત્ત, નારાયણ અને કૃષ્ણ. આગમગ્રંથોમાં નવમા વાસુદેવ કૃષ્ણના માતાપિતા તરીકે દેવકી અને વસુદેવનું, પ્રતિશત્રુ તરીકે જરાસંધનું, નિદાનભૂમિ તરીકે હસ્તિનાપુરનું, અને નિદાનકારણ તરીકે માતાનું નામ આપવામાં આવ્યું છે. આનિ માં પૂર્વભવમાં તેમનું નામ ગંગદત્ત, અને ગોત્ર ગૌતમ હતું તેમ જણાવ્યું છે. કૃષ્ણ અરિષ્ટનેમિનાબાવીસમા તીર્થંકર નેમિનાથના સમકાલીન હતા તેમ જૈન આગમો દર્શાવે છે બલદેવ અને કૃષ્ણનો રામ અને કેશવ નામના બે ભાઈઓ તરીકે ઉલ્લેખ આ ગ્રંથોમાં મળે છે કૃષ્ણ મોટે ભાગે “કૃષ્ણ વાસુદેવ' તરીકે જ ઓળખાય છે. આ નવ વાસુદેવ ઉપરાંત “જ્ઞાતાધર્મકથાંગ” સૂત્ર (જ્ઞાધ)(ગુપ્તયુગનો પ્રારંભ)માં એક કપિલ વાસદેવનો પણ ઉલ્લેખ મળે છે. કૃષ્ણ અમરકંકા નગરીના રાજા પાનાભને હરાવી, તેની પાસેથી દ્રૌપદીને પાછી લાવવા ગયા, ત્યારે ચંપાનગરીના રાજા કપિલ વાસુદેવ કુષ્ણને ખાસ મળવા ગયા હતા, અને બંનેએ સામસામા પાંચજન્ય શંખ વગાડ્યા હતા. મહાભારત (ઈસ્વી પૂર્વે બીજી શતાબ્દીથી ઈસ્વી ૩૦૦)માં, હરિવંશ(૬-૭મી સદી)માં, કે પુરાણોમાં આ નવ વાસુદેવનાં નામ મળતાં નથી. કૃષ્ણ ઉપરાંત એક પૌંડ્રક વાસુદેવનું નામ મ. ભાગમાં અને ભાગવત પુરાણમાં મળે છે. તે કૃષ્ણ જેવાં શંખચક્રનાં ચિહનો રાખતો હતો અને વંગ, પંડ, અને કિરાત રાજ્યોનો Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy