________________
મધુસૂદન ઢાંકી
Nirgrantha
ગૉગલ્સ જેવી ચડાવેલી મોટી આંખોથી એમની શાન્તિમય પ્રસન્ન મુખમુદ્રા પર ગ્રહણ લાગી ગયું છે. આ ઈન્દ્રો વા યક્ષોની પાંચ-છ દાયકા પહેલાંની તસવીરોમાં તેમનાં અસલી દેવતાઈ દિદાર અને મનોહારિતા પ્રકટ રૂપે પેખી શકાય છે.
નાદિયાની પ્રતિમાથી પચાસ-પોણોસો પૂર્વની હોઈ શકે તેવી છે મહુડી કોટ્યર્કની આરસી માતૃકા, અને પછીની જિન પ્રતિમાઓમાં જોઈએ તો વરમાણના મહાવીર જિનાલયની નવમા શતકના અન્તિમ ભાગની પ્રતિમા તરફ નિર્દેશ કરી શકાય, પરંતુ ત્યાં પણ પ્રતિમાની અસલી ભાવવાહિતા ચક્ષ-ટીલાદિથી નષ્ટ થઈ ગઈ છે.
ટિપ્પણો :૧. શ્વેતામ્બર સંપ્રદાયમાં દુર્ભાગ્યે મુસ્લિમ આક્રમણો દરમિયાન તેમજ જીર્ણોદ્ધારકોના પ્રતાપે, અને પૂજાની વિશિષ્ટ રૂઢિને પ્રભાવે,
પ્રાચીનતર પ્રતિમાઓનો વિનાશ થઈ ચૂકયો છે. જે કંઈ બચ્યું છે તેમાં પૂજાતી પ્રાચીન પ્રતિમાઓ પણ ક્રમશ: એ જ પળે ગતિમાન છે. એને રક્ષવાના, એનાં કલાતત્ત્વોને યથાવત જાળવી રાખવાના, કોઈ જ પ્રયત્ન થતા નથી કે તે પ્રક્રિયાને ઉત્તેજન દેવાને બદલે તેનાથી વિરુદ્ધનાં જ ઉપદેશ અને કાર્યો જોવા મળે છે. ૨. જુઓ મુનિરાજ જયન્તવિજય, અર્બુદાચલ પ્રદક્ષિણા ન લેખ સંદોહ, ભાવનગર વિસં. ર૦૫ (ઈ. સ. ૧૯૪૯), પૃ. ૧૪૨ લેખાંક ૩૯૪, આ પ્રતિમા મૂળે નાદિયાના જિનાલયમાં હોવી જોઈએ. નંદિગ્રામનો ઉલ્લેખ પછીના બે લેખોમાં પણ મળે છે. જેમકે આરાસણ (મુંબારિયા)ના નેમિનાથ મંદિરની પાર્શ્વનાથની પ્રતિમાના આસનનો સંવત્ વગરનો લેખ (એજન પૃ૦ ૧૪, લેખાંક ૪૧), તથા આબૂદેલવાડાની લૂણવસહીની એક દેવકુલિકાની જિનમૂર્તિનો સં. ૧૩૯ / ઈસ. ૧૩૨૩નો લેખ: (જુઓ જિનવિજય,
પ્રાચીન જૈન લેખ સંગ્રહ (દ્વિતીય ભાગ), ભાવનગર ૧૯૨૧, પૃ ૧૯, લેખાંક ૧૧૯). ૩. મુનિ જયન્તવિજય, અર્બુદાચલ૦, પૃ.૧૫૮, લેખાંક ૪૫ર. ૪. ‘જીવંતસ્વામીની મૂર્તિઓ અત્ વર્ધમાનની કુમાર અવસ્થા સૂચવતી મુકુટાદિ આભૂષણો સમેત બનતી. એવી સૌથી પ્રાચીન,
છઠ્ઠા-સાતમા સૈકાની મૂર્તિઓ અંકોટક (આકોટા)થી મળી આવેલ જૈન પ્રતિમા સંગ્રહમાં છે. રાજસ્થાનમાં સિરોહીના અજિતનાથ મંદિરમાં તથા જોધપુરના સંગ્રહાલયમાં કેટલીક દશમા-અગિયારમા શતકની મૂર્તિઓ મળી આવી છે, જે સૌ પર (સ્વ) ડા, ઉમાકાન્ત શાહે ઘણા ઉપયુક્ત લેખો લખ્યા છે. આ સિવાય ઉકેશ (ઓસિયાં)નાં તોરણ-સ્તમ્ભોની જંઘામાં, આઘાટ (આહાડ)ના પ્રાચીન જિનાલયના ગૂઢમંડપ પર, શમીપાટી (સવાડી) આદિનાં ૧૧મી સદીના ભવ્ય મંદિરની જંઘા આદિમાં પ્રસ્તુત ભાવની
પ્રતિમા કંડારિત થયેલી છે. ૫. પરન્તુ નાણા, દિયાણા, નાદિયામાં આજે તો જીવંતસ્વામીની પ્રતિમા ઉપસ્થિત નથી. સંભવ છે કે સિરોહીના અજિતનાથ મંદિરમાં
પ્રતિષ્ઠિત બે જીવન સ્વામીની છે તે ઉપર્યુકત સ્થાનોમાંથી પછીના કાળે લાવવામાં આવી હોય. ૬. નાદિયાના ગૂઢમંડપમાં ગર્ભગૃહની દ્વારશાખાની આજુબાજુમાં ગોખલા જેવું કરી, તેમાં આરસની બે એક જૂની મૂર્તિઓ સ્થાપિત
કરેલી છે, પણ તે ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધની છે. છે. સામાન્ય રીતે પ્રાચીન બૌદ્ધ તથા જૈન મૂર્તિઓમાં બુદ્ધ વા જિનના સિંહાસનના પીઠ પૃષ્ઠની આજુબાજુ ગજ, વ્યાલ, અને મકરનાં કે
રૂપો ઉપરાઉપરી કરવાની પ્રથા હતી. અહીં ગજ તથા મકર માટે સમાસ ન હોવાથી પ્રસ્તુતનાં રૂપો કોયાં નથી. ૮. બુદ્ધની મૂર્તિમાં એ પ્રતીકોની સાર્થકતા એટલા માટે છે કે ચક્ર સાથેની મૃગ-જેડીથી બનારસ પાસે સારનાથમાં બુદ્ધના “મૃગદાવ”
વનમાં થયેલા ‘ધર્મચક્રપ્રવર્તન' કિંવા પ્રથમોપદેશ ત્યાં સૂચિત થાય છે. જ્યારે જિનના જીવન સાથે આવો સંકેત કરતી કોઈ જ ઘટના જોડાયેલી નથી. સમવાયાંગસૂત્ર (સંકલન પ્રાય: ઈસ્વી ૩૫૩)માં જિનના ૩૪ અતિશયોમાં ધર્મચક્ર એક “વાસ્તવિક વસ્તુ રૂપે અને આકાશગત માનવામાં આવ્યું છે. મધ્યયુગમાં મૃગ અને મૃગલીને ‘સત્યમૃગ' અને 'કરુણામૃગી’ જેવું અર્થઘટન જિનપરિકરને વર્ણવતા મધ્યકાલીન સાહિત્યમાં વાંચ્યાનું સ્મરણ છે, પણ તે સૌ મોડેની કલ્પના માત્ર છે. આ આખોયે હૈતવ (motif) બૌદ્ધ પ્રતિમાવિધાનમાંથી લેવાયેલો હોવાનું સુસ્પષ્ટ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org