SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. I-1995 ઘોઘાની મધ્યકાલીન ધાતુપ્રતિમાઓના... सं० १३२३ वैशाष वदि ५ श्रीमालज्ञातीय सांगणसिंगारदेवि श्रेयोर्थ सुत नरसिंहेन श्रीमहावीरबिंबं कारितं श्रीहेमतिलकसूरीणां उपदेशेन (૧૭) અહંતુ વાસુપૂજ્યની આ એકતીર્થિક સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૮) સં. ૧૩૩૨ (ઈ. સ.૧૨૭૬)માં જલોધર (જાલ્યોધર) ગચ્છના હરિભદ્રસૂરિ શિષ્ય હરિપ્રભસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી. (આ સૂરિના પ્રતિષ્ઠાલેખો અગાઉ પીરમબેટાદિમાંથી મળ્યા છે તેવું સ્મરણ છે.) પ્રતિમા ભરાવનાર શ્રાવક મોઢ જ્ઞાતિના હોઈ લેખ મહત્ત્વનો છે. सं० १३३२ वैशाष वदि १ मोढज्ञातीय श्रे० माणाकेन पितृव्य कमादा (?) श्रेयसे श्रीवासुपूज्यबिंबं कारिता प्र० श्रीजालोधरगच्छे श्रीहरिभद्रसूरिशिष्य શ્રીમિયૂરિ : (મિ:) .. (૧૮) જિન નેમિનાથની આ એકતીથી સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૩૦) નાગેન્દ્રગચ્છના વિબુધપ્રભસૂરિ દ્વારા સં. (૧૩?)૩૪ (ઈ. સ. (૧૨)૮)માં પ્રતિષ્ઠિત થયેલી છે. આ વિબુધપ્રભસૂરિનો ઉલ્લેખ અહીં અગાઉ સં૧૩(૦૪)૩ની પ્રતિમામાં આવી ગયો છે. (જુઓ લેખાંક ૧૪). संवत् (१३?)३४ वर्षे वैशाख शुदि ५ गुरौ ठ० દ્રવિ- - - - - - - - - - વાન श्रीनेमिनाथबिंबं कारितं नागेन्द्रगच्छे श्रीविबुधप्रभसूरिभिः प्रतिष्ठितं (૧૯). શ્રેયાંસજિનની આ સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૭૩) સં. ૧૩૪૫ | ઈસ. ૧૨૮લ્માં નીમા’ જ્ઞાતિના છે. “કુઆરસીહ” (કુંવરસિંહ)ની ભરાવેલી છે. લેખમાં જવલ્લે જ મળતો “નીમા” જ્ઞાતિનો ઉલ્લેખ હોઈ તે પ્રસ્તુત જ્ઞાતિના ઈતિહાસ માટે મહત્ત્વનો છે. सं० १३४५ वैशाष सुद २ शनौ नीमाज्ञातीय श्रे० कुंअरसीह सुत राजददे - - - श्रेयार्थं श्रेयांसबिंबं कारितं (૨૦) શાંતિનાથનું આ સપરિકર બિમ્બ (ઘોઘા ક્રમાંક ૪૪) સં. ૧૩૬૩ (ઈ. સ. ૧૩૦૭)માં નાગેન્દ્રગથ્વીય દેવાણંદ (દેવાનંદસૂરિએ પ્રતિષ્ઠિત કરેલું. લેખ સોલંકીયુગની સમાપ્તિ પછીના નાગેન્દ્રગચ્છના ઇતિહાસ માટે મહત્વનો બની રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy