________________
જૈનધમ વિકાસ
કા તિ ક પણ મા
...
લે. મુનિમહારાજશ્રી હેમેન્દ્રસાગરજી
દેવનીદીપાત્સવી, મહિમાવંતી ને અદ્ભુત, અમરે ઉજવે નંદન વને. માનવે ઉજવે હર્ષભરે ઉી પટપર, કેટ કોટિ દીપા પ્રગટાવે. ઢવા અને દેવીએ નન્દનવનની પ્રતિશિલાએ રત્નકાડીએ સલ કરે એ મહેરત્સવને માનવગણુ પૃથ્વીમાં આદરભાવે ઉજવે પૂર્ણિમા મહાત્સવ.
પ્રતાપી હતા પૂર્વે ઋષભદેવ પ્રભુના શતપુત્રા તેમાં મિથિલાપતિ થયા દ્રવિડ, તેમણે સારી રીતે પ્રજાનું પાલન કર્યું. ઋષભદેવ પ્રભુના ઉપદેશ શ્રવણુ કરતાં વૈરાગ્યની પ્રાપ્તિ થઈ. પાતાનાં અન્ને પુત્રા દ્રાવિડ અને વાલિખિલ્યને નિજ રાજ્ય ભળાવી ત્યાગના પન્થે પળ્યા. સ્વ અને પરમાં સમભાવી સત્પુરૂષો જીવન મરણુમાં, શત્રુ મિત્રમાં, અને સુખ અને દુ:ખમાં સમભાવી હાય છે. પેાતાનું જે કાંઈ હાય તે માત્ર આત્મ તત્ત્વજ છે, તે સિવાયની .તમામ પર વસ્તુ છે. સ્વને સ્વીકાર અને પર વસ્તુને અસ્વિકાર એવો ભાવના સેવતા દ્રવિડે નિજ જીવન કૃતાથ કર્યું. મિથિલાપતિ અનેલા જ્યેષ્ઠ પુત્ર દ્રાવિડે પિતાએ કરેલી વ્યવસ્થા મુજખ પેાતાના લઘુ ભ્રાતાને લક્ષદ્મામા સમર્યાં. એ ખાંધવ એલડીમાં અદ્ભુત સ્નેહ સંબંધ હતા. તે ઘણા સમય રહેતા કાવ્યવિનેદમાં, સ્નેહભર્યાં
સંભાષણમાં ઘણુ! સમય પસાર થતેા. ભાજન પણ તે સાથેજ કરતા. એ સ્નેહસંબંધ જોઈને માનવા આશ્ચય પામતા. છતાં પ્રીતિ કેાની સદાકાળ અખંડ રહી છે ? માયિકભાવને લીધે સંશયા ઉત્પન્ન થતાં પ્રીતિ તૂટે છે. વિષમ પ્રસંગને લીધે પ્રેમ અને પ્રણયી પલટાય છે. જેએ નિસ્વાથિ છે, ધર્મ અને નીતિના સિદ્ધાંતાને સમજે છે તેમજ આલેક અને પરલેાકના રહસ્યને સારી રીતે જાણે છે તેઓજ ખરા સ્વાત્યાગ કરી શકે છે. અનેક વિપરીત વાતારણુ ઉત્પન્ન થતાં પણ સદા પ્રેમમાં અવિચલ રહી શકે છે. પ્રાણાંતે પણ પલટાતાં નથી. એવા ગહન પ્રેમથી દીક્ષિત થયેલે દ્રાવિડ ન હતેા. એ હતા ફકત સાધારણ પ્રકૃતિના માનવી. તેથી વારિખિલ્યની સંપત્તિ નિહાળી દ્રાવિડના હૃદયે લેભ જાગ્યા. લાભ એ આત્માના શત્રુ છે. શત્રુના સહવાસથી નીતિ અને ધર્મોના સિદ્ધાંતા લેાપાય છે. નિજબન્ધુના ફળદ્ રૂપ ગ્રામા પડાવી લેવાની ભાવના જાગી. “માતા પિતા બન્ધુ સગા
મિત્ર પુત્ર ગુરૂ નારી રે, લેાભ અધ નવ લેખને
ન કરે કામ વિચારી રે.” પ્રેમમાં શિથિલતા આવી. દ્રાવિડના અંત:કરણમાં લેાભની ઝેરી અસર વ્યાપ્ત