________________
જૈન ધર્મ વિકાસ
૨
૪
માન્યાં સ્વજન એ, સજજને સંસારમાં હોતાં નથી; મીઠાં વચન ઉચ્ચારનારાં, મિષ્ટ મન હતાં નથી: વિવાસ માગે અન્યના, વિશ્વાસ ઉર ધરતાં નથી, દેતાં દળે એ અંતમાં, જરી રહેમ ત્યાં ધરતાં નથી. અમૃતભર્યા ના માનો, સંસારનાં સો માનવી, ખેલે રમત વિષથી ભરી સંસારનાં જન દાનવી. અતિનમ્રતાથી. જ્યાં નમાવે, શીષ પાદમાં ઝુકી, ત્યાં જાણજે બૂરી રીતે એ, સનેહીએ છરી મુકી. બહુ કાળજૂની પણ નહિ પીછાન સ્થાયી માનજો, પરિણામ કેવું એ પીછાને આવશે? પીછાન: ધા ઘણું મહેબત ધરી, વણસ્વાર્થ પણ વ્યર્થ જ જતું; મૃગજળ સમી મહાબત બધી, નહિ હાથ કૈયે આવતું બહુ ભોગ આપે, શેકમાં એ અંતમાં પલટી જતે; નહિ આંસુડાને પાત કેને અસર કે ઉપજાવતે માગ્યા મળે ના નેહ કેના, આગ્રહી ખાતા ખતા; મીઠી મજાકે અંતમાં એ ભેટ શા ભૂઠા થતા. ભેળ બને ના હદ ઉપરનાં, જન બધાં ભેળાં નથી, ભેળાશથી સમજી શકે શું વિશ્વ કેવું સવારથી? ઉર કેમળાં ફૂલડાં સમાં પથ્થર સમય પણ ઘડયાં ? શું કહી શકાયે ઉર કેવાં આપને પાને પડયાં ? નહિ માનવીનાં ઉર પ્રાયઃ ઉચ્ચગામી લાગતાં; વાળ્યા વળે ના નીર નદીનાં નીચમાં વહેતાં જતાં:
સવિ જીવને શાસનરસી કરું ભાવના રૂડી ખરી; પણ ભાવના એ ફળવતી અધિકારીને આશ્રી વળી મૈત્રી ધરે શું વ્યક્તિમાં સૌ જીવને મિત્રો ગણે; જે તે બધું તે મિત્ર ભાવે તેમને દેવા, ભણે ત્યાં ભાવના સ્થાયી રહ–“વસુધૈવ ના કુળની સુખ, શાનિ, સર્વે સિદ્ધિ એથી પામશો મિત્રો ઘણી
૫
૬
૭
૮