________________
નાગમ પ્રશ્નમાળા યાને પ્રનત્તર કહષલતા.
૧૭૭
ઉત્તર–(૧) જન્મ-વિ. સં. ૧૭૨૨ માં. (૨) જ્ઞાતિ-ઓસવાલ, (૩) દીક્ષાઅમદાવાદમાં વિ. સં. ૧૭૪૪ જેઠ સુદિ તેરશે થઈ, બાવીશ વર્ષની ઉંમરે. (૪) વિજયક્ષમાસૂરિજીએ તેમને પન્યાસ પદ આપ્યું. (૫) સ્વર્ગવાસ–વિ. સં. ૧૭૮૬ માં ચોસઠ વર્ષની ઉંમરે. વિશેષ બીના તેમના જીવનચરિત્રમાંથી જાણવી.
૬પ-પ્રશ્ન–પંન્યાસ જિનવિજયજી મહારાજના જન્મ વગેરે કઈ સાલમાં કયે સ્થલે થયા?
ઉત્તર–તે શ્રીમાલી વંશના પિતાશ્રી ધર્મદાસ અને માતુશ્રી લાડકુંવરના પુત્ર હતા. (૧) જન્મ-અમદાવાદમાં વિ. સં. ૧૭૫૨ માં, (૨) નામ-ખુશાલચંદ (૩) દીક્ષા–અમદાવાદમાં અઢાર વર્ષની ઉંમરે વિ. સં. ૧૭૭૦ કાતિક વદિ છક બુધવારે થઈ. (૪) ગુરૂમહારાજ-પ. ક્ષમાવિજય ગણી. (૫) સ્વર્ગવાસ–પાદરામાં વિ. સં. ૧૭૯૯ શ્રાવણ સુદિ દશમે સુડતાલીસ વર્ષની ઉંમરે થયે. (૬) કૃતિ– જિન સ્તવન ચોવીશી, જ્ઞાનપંચમીનું તથા મૌન એકાદશીનું સ્તવન વગેરે. વિશેષ બીના તેમના શિષ્ય ૫૦ ઉત્તમવિજયજીએ શ્રી જિનવિજય રાસમાં જણાવી છે.
દ૬–પ્રશ્ન-પૂજ્ય શ્રી ઉત્તમવિજયજીના જન્મ વગેરે કઈ સાલમાં કર્યો સ્થલે થયા?
ઉત્તર–(૧) જન્મવિ. સં. ૧૭૬૦ માં અમદાવાદની શામળાની પોળમાં. (૨) પિતાશ્રી–લાલચંદ, માતુશ્રી–માણેકબાઈ. (૩) પિતાનું નામ-પુજા શાહ, (૪) દીક્ષા–અમદાવાદ શામળાની પોળમાં વિ. સં. ૧૭૯ વૈશાખ સુદિ છે, છત્રીસ વર્ષની ઉંમરે. (૫) સ્વર્ગવાસ–વિ. સં. ૧૮૨૭ માહ સુદિ આઠમ રવિવારે સડસઠ [૬૭] વર્ષની ઉંમરે થયો. ગૃહવાસમાં ૩૬ વર્ષ અને દીક્ષા પયયના ૩૧ વર્ષ ગણતાં ૬૭ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા, એમ જણાય છે. (૬) કૃતિ–શ્રી જિનવિજય રાસ, અષ્ટ પ્રકારી પૂજા વગેરે. વિશેષ બીના શ્રી પદ્ધવિજયજીએ રચેલા શ્રી જિનવિજયરાસમાંથી જાણવી.
૬૭–પ્રશ્ન–પં. શ્રી પદ્ધવિજય ગણિવર્યના જન્મ વગેરે કઈ સાલમાં કયે સ્થલે થયા?
ઉત્તર–તેઓ જેનપુરી અમદાવાદની શામળાની પિળના રહીશ વસાશ્રીમાળી જ્ઞાતિના પિતાશ્રી-ગણેશલાલ, ને માતુશ્રી ઝમકુના પાનાચંદ નામે પુત્ર હતા. (૧) તેમને જન્મ-વિ. સં. ૧૭૯૨ ના ભાદરવા સુદિ બીજે થયે. (૨) દીક્ષા-તેર વર્ષની ઉંમરે વિ. સં. ૧૮૦૫ મહા સુદિ પાંચમે અમદાવાદની પાછીવાડી (શાહીબાગ) માં થઈ. તે વખતે ગુરૂશ્રી ઉત્તમવિજયજી મહારાજે પાનાચંદનું નામ “મુનિશ્રી પદ્યવિજયજી” પાડયું. (૩) પંન્યાસપદ-શ્રી વિજયધર્મસૂરિજીએ વિ. સં. ૧૮૧૦ માં અઢાર વર્ષની ઉંમરના મુનિશ્રી પદ્મવિજયજીને રાધનપુરમાં પંન્યાસપદ આપ્યું. (૪) સ્વર્ગવાસ–અમદાવાદમાં સીત્તેર વર્ષની