________________
જેનાગમ પ્રશ્નમાલા.
ઉત્તર દિશાની એક રાજી, આ બે રાજીની વચ્ચે, ૧. અચિ નામનું તેજસ્વી વિમાન છે. તથા પૂર્વ દિશાની બહારની અને અંદરની એમ બે રાજ્યોની વચ્ચે ૨. અચિમલી નામનું વિમાન છે. તથા પૂર્વ દિશાની અને દક્ષિણ દિશાની બે રાજયોની વચ્ચે ૩. ઘરેચન નામનું વિમાન છે, તથા દક્ષિણ દિશાની બહારની એક અને અંદરની એક, એમ બે રાજીની વચ્ચે ૪. પ્રશંકર નામનું વિમાન છે. તથા દક્ષિણ દિશાની એક રાજી અને પશ્ચિમ દિશાની એક રાજી, એમ બે રાજીની વચ્ચે ૫. ચંદ્રામ નામનું વિમાન છે. તથા પશ્ચિમ દિશાની બાહ્ય અને અત્યંતર એમ બે રાજયોની વચ્ચે ૬. સૂરાભ નામનું વિમાન હોય છે. તથા પશ્ચિમ અને ઉત્તરની અંદરની બે રાજીની વચ્ચે ૭. શુકામ નામનું વિમાન હોય છે. ઉત્તર દિશામાં રહેલી હારની અને અંદરની બે રાજાની વચ્ચે ૮. સુપ્રતિષ્ઠામ નામનું વિમાન હોય છે. અને એ સર્વ કૃષ્ણ રાજયના મધ્ય ભાગમાં ૯ રિષ્ઠ નામનું વિમાન હોય છે. આ વિમાને ઘનવાતને આધારે રહેલા છે, તથા બ્રહ્મદેવલોકના વિમાને જેવા હોય તેવા જ આ વિમાને હોય છે, પરંતુ સંસ્થાનમાં તફાવત હોય છે, કારણ કે આ વિમાને આવલિકા પ્રવિષ્ટ નથી. આ વિમાનમાં રહેનાર દેવેનું વધારેમાં વધારે આઉખું આઠ સાગરોપમનું હોય છે, તેઓના પરિવારના દેવે પણ તેટલા આયુવાળા સંભવે છે. આ દેવને આઠ હજાર (૮૦૦૦) વર્ષ વીત્યા બાદ આહારની ઈચ્છા હોય અને આઠ (૮) પખવાડીયા વીત્યા બાદ શ્વાસોચ્છવાસની ક્રિયા પ્રવર્તે છે. તેઓના ભવના સંબંધમાં–આ દેવ એકાવતારી હોય છે. એમ ત્રીજા અંગની ટીકામાં તથા શ્રેણિક ચરિત્રમાં અને પ્રવચન સારોદ્ધાર તથા તરવાથ ટીકામાં પણ કહેલ છે. પરંતુ લબ્ધિ તેત્રમાં–“સત્તહૃભહિં લેવંતી” લેકાંતિક દે વધારેમાં વધારે સાત અથવા આઠ ભવમાં મુક્તિ પદ પામે, એમ કહેલ છે. ઉપર જણાવેલા સ્વરૂપવાળા કાનિક દેએ પહેલાં કહી છે તેમ વિનંતિ કર્યા બાદ જ અરિહંત - પ્રભુ વાર્ષિક દાનની શરૂઆત કરે, એ એકાંત નિયમ ન સમજ. -
(અપૂર્ણ) શ્રી નાગમ પ્રશ્નમાલા યાને પ્રશ્નોત્તર કલ્પલતા.
લેખક-આચાર્યશ્રી વિજયપધસૂરિજી.
(ગતાંક પૃષ્ઠ ૭૨ થી અનુસંધાન) ૪ર-પ્રશ્ન–વળી એમ પણ કહેવાય છે. કે- “જેવી ગતિ થવાની હોય, તેવી મતિ પ્રકટે છે” આ વાક્યનું શું રહસ્ય સમજવું?
ઉત્તર–મનુષ્યોને અને તિર્યંચાને અંતિમ સમયે ભવિષ્યમાં જે ગતિમાં જવાનું હોય, તે ગતિની લેસ્યાના પરિણામ થાય છે. દષ્ટાંત તરીકે વાસુદેવ