________________
શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના.
શ્રી સિદ્ધચક્રની તાત્ત્વિક ભાવના.
લેખક. જૈનાચાર્ય શ્રી વિજયપધસૂરિજી.
(ગતાંક પૃષ્ઠ ૭૧ થી અનુસંધાન.) અભિષેક કર્યા બાદ આ પ્રમાણે સ્તુતિ કરે–
तिहुयण सामि! जय जय, उवमा ईयसहाव । શશધર વન વારે, મવસાયમાં નાવ શ જગચિંતામણિ–બાંધવા, ચંદ્રાનન-સહ હાલ; તુજ પદ નાથ! નમો નમો, સ્થિત જન પ્રતિપલિ. ૨. તેહ વરાકા વંચિતા, તે હાર્યા નર ભાવ; દર્શન અલગ જે રહ્યા, ભૂલી નિજ જનુ દાવ. ૩. જન્મ મરણ મૃત્યુ જરા રોગ શાક સંતાપ; તાવ જેને જ્યાં સુધી, તુમ દેખ્યા ન પ્રતાપ. ૪. કર્મ મહાસંકલ વશે, વસી કાલ અનંત; ભીષણ ભવ ચારક વિષે, તુજ દરિસણ અલહંત. ૫. કરૂણાસાગર ! દાસને, વ્યસન હરી સુખ આપ;
શરણ ચરણ તુજ પામિય, પ્રકટે પુ૫ અમાપ. ૬. એ પ્રમાણે સ્તુતિ કર્યા બાદ સૌધર્મેન્દ્ર પ્રભુને હાથમાં લઈ, પ્રભુને ઘેર આવી માતાની પાસે પધરાવે. પ્રભુનું કૃત્રિમ રૂપ અને અવસ્થાપિની નિદ્રાને સંહરી વસ્ત્ર, કુંડલ અને પુષ્પની માલા આપી ઉપર છતમાં ચંદ્ર બાંધે, વચમાં ઝુમણું લટકાવે, આને દેખીને પ્રભુ ખુશી થાય છે. પછી પ્રભુની સુધા (ભૂખ) શાંત કરવાને ઈન્દ્ર પ્રભુના અંગુઠામાં અમૃતને સ્થાપન કરે છે, કારણ એ કે સર્વે ભાવિ અરિહંત પ્રભુ બાલ્યાવસ્થામાં સ્તનપાન ન કરે, પણ મેંઢામાં અંગુઠે રાખી સુધાને શમાવે. ઇંદ્રની આજ્ઞાની તિર્યજંભક દેવે જે સ્વચ્છેદિ પણે ફરે માટે છંભક કહેવાય છે, અને તિછલકમાં રહેતા હોવાથી તિર્યજ્. ભક કહેવાય છે. પલ્યોપમના આયુવાળા વ્યંતર નિકાયના છે, તે તિર્યંન્નુભક દે પ્રભુના મંદિરમાં સુવર્ણ, રૂપુ, ભદ્રાસન વિગેરેને સ્થાપન કરે છે. શકેન્દ્ર આભિયોગિક દેવ પાસે એવી ઉદૂષણ કરાવે છે કે-“પ્રભુ અને પ્રભુની માતાનું કેઈએ કાંઈ પણ અનિષ્ટ ન ચિંતવવું, ચિતવશે તો ઈદ્ર તેને શિક્ષા કરશે.” ત્યારબાદ સઘળા ઇંદ્રાદિક દે નંદીશ્વર દ્વીપે આનંદથી અઠ્ઠાઈ મહોત્સવ કરી દેવલેકમાં જાય છે. ત્યાર બાદદાસી રાજાને પુત્રજન્મની ખબર આપે છે. તે સાંભળી ખુશી થઈને રાજા દાસીને ઈનામ આપે છે. પુત્રજન્મ ઉત્સવ કરે છે. પ્રભુના