________________
૨૫૨
જૈનધર્મ વિકાસ.
નેત્રત્વ નીચે, ધનપીપળીની ખડકીને શા. નેમચંદ ન્યાલચંદભાઈએ ઘણું જ ઉદારતાપુર્વક ફળ-નૈવેદ્ય અને પ્રભાવનામાં આસરે રૂપીઆ પાંચસોના ખર્ચે ચિતરી પુનમના દેવવંદન ઉત્સાહથી કરાવ્યા હતા. આ દેવવંદનમાં આસરે સાહેઠ મુનિવર્યો, પચાસ સાધ્વીઓ, ત્રણસે પુરૂષ અને સાતસો નારી આદિ મોટા સમુદાયે લાભ લેવાથી લેકને ક્રિયા કરવા માટે પળમાં ઢાંકણ કરાવી દેવવંદન વિધિ કરાવવામાં આવી હતી. - ઘરીક્ષા મોલ. લવારની પળના ઉપાશ્રયે આચાર્યશ્રી વિજયહર્ષ સૂરિજીની આગેવાની નીચે વૈસાખ સુદિ પ ના મંગળ મુહર્ત ઉપાશ્રયના વ્યાખ્યાન હાલમાં નાણું મંડાવિ, ચતુર્વિધ સંઘ સમક્ષ બાળમુનિશ્રી ચંદ્રપ્રભવિજયજી કે જેમની ઉમર દશ વર્ષ કરતાં ઓછી હોવા છતાં, દુન્યવિસુખને તિલાંજલી આપી વિરાગ્યવાસી બની આ સાલના કારતક વદિ ૧૦ ના ઈટાદરામાં ઘણી જ
ધામધૂમ પૂર્વક ભાગવતી દીક્ષા મુનિશ્રી ભૂવનવિજયજીએ આપી હતી. બાદ ત્યાંથી ગુરૂવર્ય સાથે નાની ઉમર હોવા છતાં વિહાર કરી પાટણ જઈ ત્યાંથી વડી દીક્ષાના યેગવહન કરવી ગુરૂવર્ય સાથે અમદાવાદ પધાર્યા. અહિં આવ્યા બાદ તેમને પ. દાનાવજયજી મહારાજે વડી દીક્ષાના જેગમાં પ્રવેશ કરાવ્યો, તે દિવસથી જોગની સમાપ્તિ સુધી આયંબિલ નીવીને તપ બહુજ આસાનીથી નાનપણ હોવા છતાં સમાપ્ત કર્યો છે. સાથે સાથે અભ્યાસ પણ ચાલુ રાખી છ માસના કાળમાં સાધુની લગભગ બધી આવશ્યક કિયાવિધિ તૈયાર કરેલ છે. આ ભવ્યા
ત્મા માટે ગુરૂવર્ય સારી કાળજી રાખશે તે ભાવી સારા નિવડશે એમ જણાય છે. તેમની સાથે બીજા નવિન સાધુઓને પણ વડી દીક્ષા આપવામાં આવી
હતી. આ મહોત્સવમાં સંઘ તરફથી લાખણુસાઈ લાડવાની પ્રભાવના કરવામાં આવી હતી. મુદ્રક.-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાભજીદ સામે-અમદાવાદ પ્રકાશક: ભેગીલાલ સાંકળચંદ શેઠ, “જૈનધર્મ વિકાસ” ઓફિસ જનાથાય
વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. પ૬/૧ ગાંધીરોડ-અમદાવાદ,