SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરનાથ જિન સ્તવન. ૨૨૫ સ્વાથી સત્યવાદીઓને ચરણે લેખકઃ–પં. કલ્યાણવિમળાજી. સત્યપથ પ્રત્યે કેને આદર નથી હોતે? સત્યપથ પ્રત્યે કોને સ્નેહ નહિ હોય? સત્ય સુધા પીવાની ઈચ્છા કેણ નહી રાખતું હોય, સંસારના સમસ્ત પ્રાણીઓ સત્યપથનો આદર કરે છે, સત્યપથ પર ચાલવાની ઈચ્છા રાખે છે. શા માટે ન રાખે સંસારમાં સત્યપથ પર ચાલનાર મનુષ્યને મહાન પુરૂષ કહેવાય છે. જેને મહાન બનવું હોય તેને તે ઈચ્છાએ કે અનીચ્છાએ સત્યનું શરણ સ્વીકારવું જ પડશે. સત્ય એક એવી અલૌકીક, અમૂલ્ય, અજોડ વસ્તુ છે, કે જેની હરિફાઈ માટે સંસારમાં બીજી કઈ વસ્તુ જણાતી નથી. અલંકાર અને અનુપ્રાસથી વિભૂષિત આસ્તવન, કવિવર્ય ઉપાધ્યાયજી શ્રી ઉદયરત્નજીએ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં રચ્યું છે, જેને આજે લગભગ અઢીસો વર્ષ થવા આવ્યાં છે. આ કવિવરે સ્તવને, સજઝા, ચિત્યવંદને, સ્તુતિઓ, છેદે, શોકા વગેરે નાની મેટી અનેક કૃતિઓ રચેલી ઉપલબ્ધ છે. તેઓ કવિ હોવા સાથે ભક્તિ રસમાં પણ તલ્લીન હતા. તેઓ સં. ૧૭૫૦ ની આસપાસમાં ખેડાના સંધની સાથે શ્રી શંખેશ્વરજીની યાત્રા કરવા માટે ગયા હતા. તે વખતે ત્યાં ઠાકરે અથવા પૂજારીઓનું જોર હોવાથી માણસ દીઠ અમુક દ્રવ્ય (પ્રાયઃ એકગીની) લીધા વિના દર્શન કરવા દેતા નહોતા. સંધના દરેક માણસોની આટલું દ્રવ્ય આપી શકે તેવી સ્થિતિ નહતી. દર્શનની સૌને અતિ ઉત્કંઠા હતી કવિવરે દર્શન કર્યા વિના આહાર પાણીના ત્યાગની પ્રતિજ્ઞા કરી લીધી, અને પ્રભુજીની સામે ધ્યાનમાં તલ્લીન થયા. એજ વખતે ત્યાં બેઠાં બેઠાં તેમણે પાસ સંખેસરા, સાર કર સેવકા, દેવકાં એવડી વાર લાગે; આ સ્તવનની રચના કરીને પોતે ગાવા લાગ્યા, આ સ્તવન પૂરું થતાંજ શ્રીશશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના અધિષ્ઠાયક દેવોના પ્રભાવથી ફડાક દઈને કમાડો ઉઘડી ગયાં કવિવર સાથે તમામ સંઘે પ્રભુજીનાં દર્શન કર્યા. કવિવરની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ, સમસ્ત સંઘે ભારે આનંદથી પૂજા, પ્રભાવના, મહોત્સવ, સંઘ જમણ વગેરે કર્યું કવિવરના રચેલ ઉપરના સ્તવન ઉપરાંત શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીને શલેકે, છંદ વગેરે બીજી ત્રણ કતિએ મને પ્રાપ્ત થઈ છે. આ ચારે કૃતિઓ હમણાંજ પ્રગટ થઈ ચૂકેલ “શ્રી શખેશ્વર મહા તીર્થ” નામના પુસ્તકમાં આપવામાં આવેલ છે, અને આ ચમત્કાર પણ તેમાં કાંઈક વિસ્તારથી આપેલ છે. આવા નિખાલસ, નિષ્કપટી, શુદ્ધ ચારિત્રપાત્ર ચમત્કારિક સાચા યોગીઓ જૈન સમાજમાં હાલમાં પ્રગટ થાય તે જૈન સમાજની અવનતિ થતી જલદી અટકે, અને ઉદય થાય,
SR No.522519
Book TitleJain Dharm Vikas Book 02 Ank 07
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages52
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy