SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય. હંમેશ કરૂણા, દયા અને પ્રેમની ઝડી વરસતીજ હોય, દુશ્મનને કદાપી કટુ વચન નહિજ કહેતા, ગમે તે જાય તેને બોલાવતા, પૂછતાં, આશ્વાસન આપતાં, દરરોજ હસતા મુખે નજરે દેખવામાં આવતા, ક્રોધ જવાળાને અંતરમાં સ્થાન હતુંજ નહિ. શાંત, દાંત, તપસ્વીની મૂતિની જેમ જન જગતને પ્રિય હતા. નીતિસૂરિકવરજી મહારાજાએ ઘણું પાઠશાળા ઘણાં શહેરોમાં ઉઘાડી. જેના બાળકને જૈન જ્ઞાનશાળામાં જૈન જ્ઞાન આપતાં, મારવાડ, મેવાડ કાઠીયાવાડ, ગુજરાતમાં ઘણું શહેર અને ગામડામાં પાઠશાળાઓ સ્થાપી. તેમને જ્ઞાનને ઘણે શેખ હતો, બીજી બાજુએ ગીરનાર, ચિતડ, તારંગા જેવાં તીર્થની સેવા કરી તીર્થોદ્ધાર કર્યો, જુનાં દેરાસરે નવા કરવા, તીર્થોદ્ધાર, જીર્ણોદ્ધાર તેમના હાથે ઘણા શહેરોમાં થયેલ છે. તેમણે આખી જીંદગી તીર્થોદ્ધાર, જીર્ણોદ્ધાર અને જ્ઞાનવૃદ્ધિ કરવામાં જ ગાળી છે. તેઓ કીતિના લાલી ન હતા, તેઓ નામના પૂજારી ન હતા. ફક્ત નીતિસૂરિશ્વરજી મહારાજ વીરસાશન સુધારક હતા. તેઓ જ્ઞાન, ધ્યાન અને તપનાં જળમાં હર હંમેશ સ્નાન કરતાં, જ્ઞાનરૂપી સાગરમાં ચારિત્રરૂપી નૈયા ચલાવતા. નીતિસૂરિશ્વરજી મહારાજે દીક્ષા લીધા બાદ, અનેક સાધુ બનાવ્યા, તીર્થોદ્ધાર ક, જુનાં જીણું દેરાસરોનો ઉદ્ધાર કર્યો, ગામે ગામ વિચરતાં ઘણું જીને બોધ આપતાં અનેક સારાં કામ કરવા સત્વર કેડ બંધાવતાં, પોતે પિતાની ક્રિયામાં મશગુલ રહેતાં. પિતે અંતિમ સમયે ચીતડગઢને જીર્ણોદ્ધાર કર્યો. ચીડ પ્રતિષ્ઠા કરાવવા જવા તૈયાર હતા, ઘણુ બીમાર, ચાલી શકે તેમ ન હતા, ઉઠવા બેસવાની શક્તિ હતી નહિ છતાં પણ ચિતડ જવા પ્રયાણ કર્યું. કેટલી ધગસ ? કેટલો પ્રેમ ? પરમ ઉપકારી, વૈરાગી, શાસન નાયક, પતિત પાવન એવા નીતિ સૂરિવરજીને પ્રેમ મારા જેવા ઉપર ઘણે હતા. તેઓ સુખદુઃખની વાતો સાંભળતાં, સાચી સલાહ આપતા, વૈરાગ્ય ઝરે હર હંમેશ વહેવડાવતાં, તેમની ભક્તજને પ્રત્યે બહુજ લાગણી હતી. તેઓ માન અપમાનની ગણના નહિ કરતાં પિતાની ફરજ અદા કરતાં, પિતે એક સ્થાને નહિ રહેતા ગામે ગામ વિચરતાં, શિષ્યોને જુદિ જુદિ જગો ઉપર મોકલતાં, સારા માસ્તરે, અને સંસ્કૃત શિક્ષકની પરિક્ષા કરતાં તેમજ ઘણુ મનુષ્ય ઉપર ઉપકાર દષ્ટિએ જોતાં, તેઓ ધર્મ, ને સત્યને મારગ પ્રથમ ગ્રહણ કરતાં, પણ પિતાને સ્વાર્થ ન જોતાં, પિતે પિતાને વિશ્વાસ જેન જનતાને અર્પણ કરતા ગયા. એક દિવસે, ઉદયપુરથી વિહારમાં સ્વર્ગવાસ થે, ઉદયપુરવાસી સ્ત્રી, પુરૂષ, સાધુ, સાધ્વીનાં આંખમાં અશ્રુધારા વહેવા લાગી. જૈન શાસનમાંથી એક રત્ન ઉડી ગયું. સકલ સંઘની આંખમાંથી જળધારા વરસતી રહી. # શાંતિ. શાંતિ. * શાંતિ.
SR No.522516
Book TitleJain Dharm Vikas Book 02 Ank 04 05 06
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages104
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy