SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની સેંધપોથી. ૧૭૩ થઈ રાજકોટ પધાર્યા. બાદ પાલણપુરના કાતિલાલને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી કંચનવિજયજી પાડ્યું. ત્યાંથી વાંકાનેર,ચોટીલા,વઢવાણ, બજાણા દસાડા થઈ સંખેશ્વર પધાર્યા, જ્યાં ચૈતર વદિ ૨ના પાટણના કાન્તિલાલને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી કનકવિજ્યજી પાડ્યું. દરમિયાન દલાલ રતીલાલ પ્રેમચંદ પિતાની બહેન દીક્ષા લેવાના હેવાથી આચાર્ય મહારાજને વિનંતી કરવા આવતાં, આચાર્યદેવ રાધનપુર પધાર્યા. જ્યાં વૈશાખ સુદિ ૧૦ના શુભ દિને શેઠ મોતીલાલ મુળજીભાઈની વાડીમાં આચાર્યશ્રી વિજયહર્ષસૂરિજીના શિષ્ય મુનિશ્રી મંગળવિજયજી ગણિ અને મુનિશ્રી સંપતવિજયજી ગણિવર્યને પન્યાસપદ, તેમજ મુનિશ્રી કંચનવિજ્યજી અને મુનિશ્રી કનકવિજયજીને વડી દીક્ષા તથા દલાલ રતીલાલની બહેન મથુરીને ભાગવતી દીક્ષાની ચતુર્વિધ સંઘ સમક્ષ નાણથી ક્રિયા કરાવી હતી. બાદ રાધનપુરના આગેવાનોના આગ્રહથી ચાતુર્માસ સાગરના ઉપાશ્રયે રેકાતાં, દરરોજ વ્યાખ્યાનમાં તિર્થોદ્ધાર, જીર્ણોદ્ધાર અને તપને ઉપદેશ આપતાં, શેઠ વાડીલાલ પુનમચંદના પુત્રોની ઉપધાન કરાવવાની ભાવના થતાં, શેઠ રતીલાલ વાડીલાલે વિનંતી કરવાથી આ સુદિ ૧૦ના ઉપધાન તપની આરાધઓને પ્રવેશ કરાવી ક્રિયા કરાવી હતી. તેમજ મસાલિયા જમનાલાલ વમળસીએ આચાર્યદેવના સદુપદેશથી રૂ. ૧૫૦૦૦) કાઢી “મેનાબાઈ પાઠશાળા સ્થાપિ હતી. તેનું મકાન તેમને ઉપદેશ આપી બંધાવવાનુ શરૂ કરાવ્યું. તેમજ ચાતુર્માસ દરમિયાન ચૌદ પૂર્વ, સમોસરણ આદિ તપ કરાવી તેની ઉજવણીમાં અષ્ટાલીકા મહત્સવ કરાવ્યું હતું. વળી ચૈત્યપરિપાટી શેઠ પ્રેમચંદ મુળજીભાઈના તરફથી ઉપબારણાદિ ફળ નિવેદ્ય અને વાછત્રો સાથે ચાર દિવસના વરઘોડાથી મોટા સમૂહ સાથે આડંબરપૂર્વક કરાવી હતી. - સં. ૧૯૩. ચાતુર્માસ પૂર્ણ થયે મેનાબાઈ પાઠશાળાનું મકાન ખુલ્લું મુકાવી, અને ઉપધાનતપ માળા પરિધાન મહત્સવ સમાપ્ત કરી સીવગંજના બે ગૃહસ્થને ભાગવતી દીક્ષા આપી, આચાર્યશ્રી વિજયહર્ષસૂરિના શિષ્ય મુનિશ્રી સુમતિ વિજ્યજીના શિષ્ય મુનિશ્રી ભરતવિજયજી તથા મુનિશ્રી હિમતવિજય તેમનું નામ આપ્યું. ત્યાંથી વિહાર કરી સંખેશ્વરજી પધાર્યા. જ્યાં પાટણના આગેવાની વિનંતી આવતાં પાટણ ખેતરવસીના પાડાના ઉપાશ્રયે પધાર્યા. પાટણમાં યુવક સંઘ અને સોસાયટી એમ બને ભિન્નભિન પક્ષે પડવાથી, સંઘમાં કેટલાંક સમયથી કુસંપ જડ ઘાલી રહ્યો હતો. તેના નિવારણ માટે વ્યાખ્યાન દ્વારા ઉપદેશ આપતાં સમય પાકી રહેલ હેવાથી, બન્ને પક્ષના આગેવાનો ઉપર ઉપદેશની છાયા પડતાં, સંધ પક્ષ તરફથી બાબુ દેલતચંદ અમીચંદની આગેવાની નીચે અને સાયટી પક્ષ તરફથી શા. ભેગીલાલ લહેરચંદની આગેવાની નીચે સમજુતિના પ્રયાસોની વિચારણા કરતાં, બને પક્ષોની ઉદાર ભાવના અને આચાર્યદેવની મીઠી વાણીના
SR No.522516
Book TitleJain Dharm Vikas Book 02 Ank 04 05 06
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages104
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy