________________
સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નોંધપોથી.
૧૬૩
પાઠશાળને ઉપદેશ આપતાં મસાલિયા જમનાલાલ વમળસીએ રૂા. ૧૫૦૦૦)ની રકમ કાઢી આપી, તેના વ્યાજમાંથી શિક્ષકે રાખી પાઠશાળા ચાલુ કરવાની ઈરછા બતાવતાં “મેનાબાઈ જૈન પાઠશાળા” ચાલુ કરવામાં આવેલ હતી, તેના માટે પણ તેઓશ્રી તરફથી સ્વતંત્ર મકાન બંધાવી આપવામાં આવેલ છે. આ રીતે આચાર્યદેવના આ ચોમાસામાં સ્થપાયેલ અને સંસ્થાઓ મજબુત બની અભ્યાસકેની સારી સેવા અદ્યાપી બજાવી રહેલ છે. ઓગણપચાસ વર્ષના દીક્ષા કાળ દરમિયાન રાધનપુરમાં આચાર્યશ્રીએ પાંચ ચાતુર્માસ કર્યો, તે પૈકીના આ ચાતુર્માસ માટે રાધનપુર અત્યંત રૂણી છે.
સં. ૧૯૮૫. ચાતુર્માસ પૂર્ણ થયે ભાભરના સંઘના આગ્રહથી ઉપધાનમાળા પરિધાન મહોત્સવ ઉજવવા આચાર્યશ્રી ભાભેર પધાર્યા હતા.
ઉપધાનતપ આરાધકનું માળો સાથેનું દ્રષ્ય મહોત્સવની સમાપ્તિ બાદ ભારથી વિહાર કરી સંખેશ્વર, પાટણ થઈ રૈવતાચલની મહા સુદિ પની પ્રતિષ્ઠા મહોત્સવ માટે ભોંયણી, લખતર, વઢવાણ કેમ્પ, વાંકાનેર, રાજકેટ, ગેંડલ, ધોરાજી થઈ જુનાગઢ પધાયા. આ મહોત્સવ પ્રસંગે તીર્થની યાત્રા કરવા દૂર દૂરથી લેકે મોટા પ્રમાણમાં આવતાં, સમૂહ