SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શાસન પ્રભાવકને પગલે. ૧૨૧ ૨૧-રર પન્યાસજી શ્રીમદ શાન્તિવિજયજી ગણિવર્યના શિષ્ય. ૧ મુનિશ્રી નરેન્દ્રવિજયજી. ૨ મુનિશ્રી સુભદ્રવિજયજી.. પન્યાસશ્રી સુરેન્દ્રવિજયજીના પ્રશિષ્યો. ૨૩ પન્યાસશ્રી રવીવિજયજીના ૧ મુનિશ્રી વિશાળવિજયજી. ૨૪ મુનિશ્રી રામવિજયજીના ૧ મુનિશ્રી મહાદયવિજયજી. - નેટ * આ નિશાનીવાળા કાળધર્મ પામેલા છે. શાસન પ્રભાવકને પગલે. લેખક-જનભીક્ષુ. શ્રી જૈન શાસનને સમજનાર જરૂર માને છે કે જગતમાં જન્મ ધારણ કરનાર શ્રી તીર્થકર ભગવાન હોય, શ્રી ગણધર ભગવાન હોય કે મુનિ મહારાજ હોય તે પણ તેઓને જરૂર મરણ આવે છે. ને તેથીજ “જન્મેલે જરૂર મરે છે ! એ નિયમ સિદ્ધ છે. છતાં જ્યારે જ્યારે તીર્થકર ભગવંતે નિર્વાણ પામે છે. ત્યારે ઇદ્રી, મહેન્દ્રો આવી તે નિર્વાણ કલ્યાણકના પ્રસંગે હાજર થાય છે. ને શાસન શિરતાજ શ્રી તીર્થકર ભગવંતના વિરહ દુઃખે એક આંખમાં આંસુ સારે છે. જ્યારે ભગવંતોને અઘાતી કર્મો પણ ગયા ને મોક્ષ જેવું શાશ્વતસ્થાન મલ્યું, તેથી એક આંખમાં હર્ષ ધરાવે છે. છતાં પિતાને માટે તે અનંત ગુણના ભજન સ્વરૂપ એવા તરણતારણને વિરહદાહ જરૂર હોય છે, અને હાય તેમાં નવાઈજ નથી. આવી રીતે જ્યારે જ્યારે ગુણવાન મહાત્માઓને જીવન દીપક બુઝાઈ જાય છે. ત્યારે ગુણવાનને વિરહદાહ જનતાને ઉત્પન્ન થાય તેવે વખતે શોક પ્રદશિત કરવા સમુદાય એકત્રિત થઈ પિતાના આત્માના પરિતાપને શાંત કરે છે. જ્યારે આવા પ્રસંગમાં પણ પારકે ઘેર પિતાનું નવું ઘુસાડવાની વૃત્તિવાલા, નવા મતવાલાએ શેકને ઠરાવ ન હોઈ શકે એમ બોલીને, ગુણવાન સંબંધી વિરહ દુઃખ ન હોઈ શકે એમ જણાવવા મથે છે. તે ખરેખર શોચનીય છે. ને તે પણ કયાં કે શ્રી બાલબ્રહ્મચારી, તીર્થોના ઉદ્ધારમાં કમર કસનાર પૂજ્ય વિજયનીતિસૂરીશ્વરજીના કાળ ધર્મના શોક પ્રદશિત ટાઈમે ! જીન શાસનના મર્મને સમજનાર આત્માને ગુણવાન આત્માને વિરહદાહ જરૂર હોય જો કે કાલધર્મ પામનારના ગુણાનુવાદ ગાવા માત્રથી જ કૃતાર્થતા મનાથી હેત તે “સુરભક્તિ શક સહિત, એ વચન ખરેખર નકામુંજ નિવડત છે કે મરનાર આત્મા પિતાના મરણને મહોત્સવ રૂપ માને પણ ભક્તગણ તો ગુણવાનના વિરહમાં પોતાનું અધઃપતન માને એ જગતને નિયમ છે તો આવા શાસન પ્રભાવક પુરૂષને વિરહ સાબ એમાં નવાઈ જ નથી તે તેથી સદગત આચાર્ય શ્રીના પગલે ચાલી અનેક શાસનની પ્રભાવના કરીએ એજ મહેચ્છા–
SR No.522516
Book TitleJain Dharm Vikas Book 02 Ank 04 05 06
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages104
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy