________________
૨૫૦
જૈન ધર્મ વિકાસ
જોઈએ. હવે એ પાંચમાં પણ અરિહંતને પહેલાં શાથી કીધા? તે સંબંધી વિચાર કરીએ. પ્રશ્ન ૧ શ્રી. અરિહંત મહારાજા દેશથી કૃતાર્થ છે. કારણ તેમને વેદનીય–આયુષ્ય-નામ–ગોત્ર. આ ચાર અઘાતિ કર્મો સત્તામાં છે. અને સિધ્ધ મહારાજા સર્વ (સંપૂર્ણ) કૃતાર્થ છે. કારણ કે સર્વ જ્ઞાનાવરણીયાદિ ઘાતિ અને અઘાતિ કમેને તેમણે નાશ કરે છે. માટે જ સિધ્ધ મહારાજાને પહેલા કહેવા જોઈએ તેમ ન કહેતાં અઘાતિ કર્મોની સત્તાવાલા શ્રી અરિહંતને પ્રથમ શરૂઆતમાં કહેવાનું શું કારણ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે–સિધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ તથા દર્શન વિગેરે પદોના યથાર્થ સ્વરૂપને સમજાવનાર શ્રી અરિહંત પરમાત્મા છે-કે જેથી આપણે શ્રી સિદધચકની જ્ઞાનપૂર્વક નિનિદાન આરાધનામાં ઉજમાલ થઈ આ ભવ તથા પરભવને સફલ કરવા ઉપરાંત ઘણા નિબિડ કર્મોને પણ નાશ કરી શકીયે છીએ.
ચાલુ.
કળીયુગની દષ્ટિએ આત્મિક વસ્તુઓનું
પ્રથમ સાધન. લેખક–પં. શ્રી કલ્યાણવિજયજી ગણિ
( અંક ૭-૮ પૃષ્ઠ ૨૦૮ થી અનુસંધાન ) નિસીડીના ભંગને ભંગાણ પાડનાર ઉપરની દરેક વસ્તુઓ દેખાય છે, ઉપર પ્રમાણે જે જે આત્માઓ આચરણાને કરે છે તે આત્માઓ જિનગૃહના શબ્દને ભૂલી જાય છે. “ઉપરની તમામ વસ્તુઓ પૌદગલિક ભાવને પિષનારી છે. અને જિનગૃહ આત્મિકભાવને પુષ્ટી કરનાર છે. આમ બનેમાં કેટલું અંતર છે. તે વિચારાય તે તમામ ઉપરની વસ્તુઓ જી કરી શકે નહિ. કેટલાક આત્માઓ અજ્ઞાનતાને આધીન બની, દેરાસરના ઓટલા ઉપર બેસી, અનેક ગામ ગપાટા મારી આત્માની મલીનતાને સ્વહાથે વહોરી લે છે. સાથે બીડીઓને સ્વાદ પણ લઈ તેમાં વિશેષ મલીનતાને પોષે છે. દેરાસરને એટલે જાણે પિળને ચોરો ન હોય! અગર ગામને ચરો ન હોય. એમ હૃદયમાં રાખી અનેક વિકથાએના વાદળમાં આત્માને લઈ રહેલા આપણે નીહાળીએ છીએ. આ પૌદગલિક પ્રેમ આત્માને અર્ધગતિ ગામી બનાવે છે. વિચક્ષણ આત્મા આવા પૌદગલિક પ્રેમને ચાહનારા નથી! આવા પ્રેમમાં મશગુલ બનતા પણ નથી આત્માને જાણનાર આત્મા આત્માને ઉચ્ચગામી બનાવવા પ્રયત્ન કરે છે, વિવેકને સાચવી કાર્યમાં ગુંથાય છે. આવી ગુંથળીમાં તે ગુંથાતો નથી. આત્માના ઘરમાં આનંદ માની જ્ઞાનામૃતમાં મસ્ત બને છે. આટલી પ્રાસ્તવિક વાત ધ્યાનમાં રાખી આપણે આગળ ઉપર આશાતનાને વિચાર કરીએ.