________________
જૈનધર્મ વિકાસ
અર્થ–જે મનુષ્યોને ત્યાંથી અતિથિ નિરાસ થઈને જાય છે, તે મનુષ્યને પાપ સમર્પણ કરીને અને તેનું પુણ્ય લઈને જ અતિથિ જાય છે.
આ પ્રમાણે જૈનશાસ્ત્રોના ફરમાન મુજબ એ વસ્તુ સિદ્ધ થાય છે કે સુચારિત્ર સંપન્ન મનુષ્યોને જ અતિથિ માનવામાં આવે છે. તે અતિથિ મનાતા મનુષ્યોને આદર સત્કાર યા સેવા ભક્તિ કરવાને સામાન્ય મનુષ્ય જે પ્રેરાય છે તે ફક્ત ગુણાનુરાગના કારણે જ શ્રાવક ધમના બાર વ્રતમાં ૧૨મું અતિથિસંવિભાગ વ્રત શા માટે છે તે જે સુંદર રીતીએ સમજવામાં આવે તે જરૂર સમજાશે કે ફક્ત સાધુ મહારાજને જ અતિથિ માનવામાં આવેલ છે. ભલે પ્રસંગાનુસાર માંદગી બીમારી ભેગવનાર બાલબચ્ચાંની સેવા ચાકરી માતાપીતા નેહભાવને વશ થઈ કરવા તૈયાર બને છતાંય શાસ્ત્રકાર મહારાજાઓ ફક્ત માતાપીતાની ખુદની જ સેવા ભક્તિ કરવાનું વિધાન બતાવે છે પરંતુ માતાપિતાએ પિતે સેવા ભક્તિ બલબચ્ચાંની અવશ્ય સદાકાળ કરવી જોઈએ તેમ જણાવ્યું નથી જ. એ બીના જે સંપૂર્ણપણે સમજવામાં આવે તે આજે પિતાની જાતને પ્રખર સુધારક માનનાર મનુષ્યો સુચારિત્રસંપન્ન સાધુ મહારાજાઓને અનાથાશ્રમમાં જવાની તથા પૂજ્ય સાધ્વીજી મહારાજને હસ્પીટલ (દવાખાના)માં નર્સ બનવાની ભલામણે–શિખામણે દેવા તૈયાર થાય છે. તે કદાપિ બનવા પામે નહિં. અપૂર્ણ.
બહાર પડી ચૂકેલ છે. શબ્દરતનમહેદધિ શબ્દકોષ ભાગ ૨ જે.
સંગ્રાહક, પન્યાસજી શ્રીમુકિતવિજયજી. સંસ્કૃત ભાષા સરળ રીતે બાળજી સમજી દરેક જૈન અજૈન ગ્રંથનું વાસ્તવિક અર્થ સ્વરૂપ સમજી શકે, તેવી પદ્ધતિએ જૈનાચાર્ય શ્રીવિજયનીતિ સુરિશ્વરજી મહારાજની કેષ બનાવી, તેનું પ્રકાશન કરાવી, જનતાને તેને લાભ લેતા કરવાની મહેચ્છા હતી તે બાર વર્ષની મહેનતે આજે પરિપૂર્ણ થવા પામેલ છે. છે આવા અલભ્ય કેષના બે ભાગે, કાઉન આઠ પેજી એકંદર ૧૮૦૦ પૃષ્ઠના, ગુરૂવર્યોના શોભિત ફટાઓ અને પાકા પુંઠા સાથેના આ ગ્રંથના પહેલા ભાગના રૂા. ૮–૦-૦, અને બીજા ભાગના રૂા. ૧૦-૦-૦ પિસ્ટેજ જુદું રાખવામાં આવેલ છે.
પહેલે ભાગ મેળવનારાએ બીજો ભાગ સત્વર મંગાવી લેવા ધ્યાનમાં રાખવું. થાબંધ લેનારને 5 કમીશન આપવામાં આવશે. ' ' લખે – શ્રીવિજયનીતિસુરીજી જૈન લાયબ્રેરી,
પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ