________________
૨૫૪
"
જેનધર્મ વિકાસ
ધમ્ય વિચાર
લેખક. ઉપાધ્યાય શ્રીસિદ્ધિમુનિજી.
અંક. ૭-૮ પૃષ્ઠ ૨૦૭ થી અનુસંધાન. તારા વિના જેનું આખું જીવતર સૂનું હોય, તેના માટે તું શું શું કરવાને બંધાયેલો છે? તારી ઉન્નતિમાં સર્વોત્કૃષ્ટ આનંદ અને તારી અવનતિમાં મેટામાં મેટી ગમગીની સાથે સહાનુભૂતિભરી સફલ લાગણીઓ જે કેઈની પણ હોય તે તે તારી માતાની જ. જ્યારે જગત નજીક આવે છે. ત્યારે તે જરા દૂર ખસી તેની સાથે તને રમવા દે છે. જ્યારે જગત ખસતું જણાય છે ત્યારે તે તને પિતાની અતીવ મીઠાશભરી ગોદમાં લઈ હળવે હાથે રમાડે છે, ઊંડુ ઔદાસિન્ય હઠાવવા સાથે હસાવવાને ઘેર્યદાનભર્યો પ્રયત્ન કરે છે. ઓ! મેંઘેરી માતા! તારા વિલક્ષણ લાડકોડેને ઈતિહાસ કેઈ પણ સફલતાથી લખી શકેજ નહિ. તે જેને અમૃતપાન કરાવ્યું છે, તે જે કૃતજ્ઞ હોય તો એ જગજૂના ઈતિહાસમાં ઉમેરો કરી શકે, પછી તેને આલેખનથી સમેટવાની વાત જ ક્યાં રહી?
એ! કવિઓ! ભલે, તમે ગાયા જ કરે. અને ઓ! લેખકે! તમે ઉજળી માતાના કુખના મહાઓને આલેખ્યા જ કરે. એ તરફ તમારા જ્ઞાનનાં ગમે તેટલાં અજવાળાં નાખતાં છતાંય, એ ઈતિહાસ એમને એમ અધુરો ને અધુરેજ રહેવાને સર્જાયેલે છે ! તું ધરવા જરીવરી” છે.
(૪) કહે છે કે, સ્ત્રીઓમાં ક્ષુદ્રતા વિશેષ હોય છે, પણ આમાં એકાંત નથી. ઘણીવાર, તેઓ નભાવી લે છે તેવું પુરૂ નભાવી લેતા નથી. કારણ, પુરૂષમ દરગુજર કરવા જેટલી કોમળતા ઓછી હોય છે. સ્ત્રીઓ મનમાં ને મનમાં સહન કરી મરે છે, જ્યારે પુરૂષે કઠોર થાય છે. પુરૂષ ઘરને સત્તાથી નભાવે છે. સ્તીઓ ઘરને મમતાથી સંભાળે છે. આ બન્નેમાં ઘણોજ ભેદ છે. કેઈ સ્ત્રી મર્યાદા મૂકે તેય અમુક હદ સુધી ઘરને ભરે છે. પુરૂષ તેવી સ્થિતિમાં ઘરને નાશ કરતો હોય છે. સ્ત્રીની આબરૂ બચાવનાર પુરૂષ વિરલા, પુરૂષની આબરૂ બચાવનારી નારીઓ ઘણું નીકળશે. તે ચંચળ થાય છે, પણ સતીત્વ સાચવવામાં તે તેટલી જ સ્થિર અને આગ્રહી બને છે. પુરૂષમાં ચંચળતા પણ છે અને અવસરે સ્થિરતા અને આગ્રહ ઓછો હોય છે. સ્ત્રી વિણસતાં ઘર અસ્તવ્યસ્ત થઈ નેંધારું બને છે. પુરૂષ વિણસતાં સ્ત્રી તેમ થવા દેતી નથી. ગમે તે દુઃખમાં દિન ગુજારી સંતાનેને ઉછેરી સુખના દહાડાની રાહ જુવે છે.