________________
જૈનધર્મવિકાસ
માં
પુસ્તક ૧ લું. ફાગણ, સં. ૧૯૯૭. અંક ૫ મે.
-: વૈરાગ્ય–વિચાર ના યોજકઃ–પં. શ્રી કલ્યાણ વિમલજી મઘરા ચાપુદ્ગલકેરા બાગમાં, બેસી વિચારો ધસી સુખદુખ શી વસ્તુ છે? જુઓ વિચારી કર્મ પૂર્વ પુન્યના ઉદયથી, મલ્યો મનુષ્ય અવતાર તક આવી હારી જશું, તે પાછો હેરાન ચાર ગતિના દુખન, ગણતા નવે પાર મનુષ્ય ગતિએ જ્ઞાનગુણ, જે ઉઘડે ભવપાર પૂર્વોપાત કર્મને, ઉદય રહે ચીરકાલ રાગદ્વેષને જે તજે, તે રટે ભવ જાલ નિમિત્ત મલતાં આતમા, ભલે નિમિતની માંય, ભલતા ભળતા તદ્રુપથઈ, ભમે ભવાની માંય જે વૃત્તિ રહે પરભાવમાં, ખેંચી લઈ તત્કાલ ઉદાસીન થઈ આત્મમાં, વર્તે સ્વરૂપાકાર આશા ઈચ્છા નષ્ટ થઈ, ટળે જડ સ્વરૂપ જીવ જીવે છવભાવમાં, જ્ઞાનાનંદ સ્વરૂપ ઈચ્છા આરંભ મૂળ છે. આરંભે જકડાય તૂટે ઈચ્છા મૂળમાં, તે પામે ભવપાર આકર્ષક આ સંસારમાં, આત્મધારે ઉપયોગ પોતાથી પોતે પડે, એમાં કોનો દોષ? ચાર ગતિ ચરણ કર્યું, પંચમ ગતિ પમાય શુદ્ધાતમ સ્વરૂપે રમણતા, ચૌગતિ ચૂરણ થાય ૧૦