________________
જૈન ધર્મ વિ. ધર્મ આબાદીમાં ઐકચનું સ્થાન.
લે-૫. શ્રી કલ્યાણવિજયજી મહારાજ - તિર્થંકરદેવોએ ધર્મપ્રરૂપણા કરી જગતપર પ્રસારેલી આપણે દેખીએ છીએ. ધર્મની આબાદી ખાતર અનેક સિદ્ધાંતો અને નિયમો પણ રજુ કરેલા જોઈ શકાય છે. રાજ્યતંત્ર કાયદા, કલમોના નિયમથી ચાલતું દ્રષ્ટિગોચર થાય છે. અને એ કલમો નિયમને આશ્રય લઈ વકીલો, બેરીબ્દો બારીકીથી, પિતાના અસીલને ગુન્હાના આરોપમાંથી બચાવી લે છે. તેમ જૈનસિદ્ધારૂપી ઝરણુથી આત્માને ઓતપ્રોત બનાવી તેની મલીનતાને એ સિદ્ધાંત -નિયમના પાલનથી નાબુદ કરી કેટલાય માનવાત્માઓ ધન્ય બની ગયા છે-બની જતા આપણે જોઈએ છીએ. : - કાયદાની ચાવી ન્યાયાધિશના હાથમાં સોંપેલી છે. ન્યાયાધિશ એ ચાવીને ઉપયોગ કરી ગુન્હેગારને સજા યા નિર્દોષિતા આપે છે. તેમ સિદ્ધાંતના ફેટનનું કાર્ય આચાર્ય દેવોને સુપરત કરવામાં આવ્યું છે. મુમુક્ષુ આત્માઓ એ ઉપકારી આચાર્યદેવોના પ્રેર્યા સિદ્ધાંતનું અંજન કરી, પ્રકાશ મેળવી મુક્તિ મેળવે છે. આત્માના ક્રમિકવિકાસ પ્રમાણે એ માત્રા હોય છે. ને માનવી એનું સેવન કરી ઈષ્ટસિદ્ધિ મેળવે છે.
જનઅનુયાયી જીનશબ્દથી સિદ્ધ છે. જિન શબ્દ રાગદ્વેષને મુક્ત કરાવનાર છે. રાગદ્વેષ રહિત તેજ જિન કહેવાય છે. આવા જિન શબ્દનું અનુકરણ કરવા જૈન શબ્દ રચાયેલો છે. જૈન શબ્દની રચનામાં રાચનારાઓના હૃદયમાં રાગદ્વેષને નાબુદ કરવાની ભાવના દિનપ્રતિદિન પ્રફુલિત થતી હોય એમ શાસ્ત્રદ્રષ્ટિએ જાણી શકાય. અને આંતરિક દ્રષ્ટિએ જોઈએ તે એમ જ હોવું ઘટે.
વીસમી સદીના વિષમય જમાનાની ગંભીર અસર આપણને લાગી હોય તેમ ઠેષાત્રિમાં આપણે આજે એકતાન થઈ રહેલા છીએ. સંઘનું બંધારણ પણ આ ઠેષાગ્નિની રેલથી તણાઈ જતું, ઢીલું થઈ ગયેલું અનુભવાય છે. વીસમી સદીના આજના વિશાળ જગતમાં જૈન કેમ વિભાગમાં વહેંચાઈ રહી છે. એ જઈ પ્રજાસમૂહ પણ આઘાત પ્રત્યાઘાત અનુભવે છે. મતમતાંતરને કલહ જૈન શબ્દની મહત્તાને નાબુદ કરી રહ્યા છે.–રાગદ્વેષની પુષ્ટી કરી રહ્યો છે-અને સંગઠ્ઠન બલને શેકી રહ્યો છે. આ કલહ પોતે જ તિર્થંકરદેવોની આજ્ઞાની અવજ્ઞા નથી ?-અકયની સાંકળને એ નથી તોડી રહ્યો? સમાજની એથી અપકીર્તિ નથી થતી?–શું એ આપણને આરાધક ભાવમાંથી વિરાધક ભાવમાં નથી લઈ જતા ? એ આપણી બુદ્ધિની વિશાળતાને આવરી સંકુચિત નથી કરતા? આમ આ મતમતાંતરના કલહવામળે જૈનશાસને અધઃપતનમાં ઓછું નથી ધકેલ્યું. તેને વિચાર કરાય છે કે આજના પ્રશ્નો આપસમાં સમજી લેવાનું સુરતમાં આંદોલન જાગે, પણ વિચાર હીનદશામાં આગળ ધપે જવાય છે. જૈન શબ્દને એ લાજમ નથી. જૈનશાસનનું સત્વ જે ચારણું પેઠે ચળાઈ કહ્યું છે તે જૈન શબ્દને કેમ યથાર્થ બનાવી શકશે?