________________
પર્યુષણકી ભેટીને જવાબ
પ૭
મેટ એનો જવાબ. (રાયસાહેબ શ્રી કૃષ્ણલાલજીની માન્યતાઓનું અવલેક્ન)
લેખક–મુનિરાજશ્રી પ્રેમવિમળજી મહારાજ, રાયસાહેબ કૃષ્ણલાલજી બાફણાએ પર્યુષણકી ભેટ” નામક હિંદી પુસ્તિકા બહાર પાડી, જનધર્મ સામે આક્ષેપ કરીને પોતાનાં મન્ત સિદ્ધકરવા પ્રયત કર્યો છે. એથી ભારી દિલગીરી થાય છે. નિષ્પક્ષ દષ્ટિએ શ્રીકૃષ્ણલાલજીએ હિંદુશાસ્ત્રોનું અવલેકન કર્યું હોત તો કદાપી આ દુઃખદ પ્રસંગ ઉભું થાત નહિ. જૈનધર્મીઓ પ્લેટફોર્મ ઉપર, લેખે અને પુસ્તકમાં જૈનધર્મની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવાના જે પ્રયાસ કરે છે, તેની ગ્યાયેગ્યતા માટે માત્ર હિંદશાસ્ત્રો જેવાં જ બસ થઈ પડશે. આટલું જોઈ લેવાય તો, શ્રીકૃષ્ણલાલજીને ઉદ્વેગ અનુભવવાની જરૂર રહે નહિ. શ્રી મહાદેવજી સ્વપતી પાર્વતિજી સમક્ષ કર્થ છે –
'ते कीदृशाः किमाहारा, महादेव निगद्यतां । दंडकंबलसंयुक्ता-अजलोम प्रमार्जनाः ॥२॥ गृह्णन्ति शुद्धमाहारं, शास्त्रदृष्ट्या चरंति च । तुंबीफलकरा भिक्षा-भोजिनः श्वेतवाससः॥ न कुर्वन्ति कदा कोपं, दयां कुवैति जंतुषु ॥३॥ मुक्तिकारणधर्माय, पापनिकंदनाय च । अवतारः कृतोऽमीषां, मया देवि युगेयुगे ॥४॥
पद्मपुराणे અર્થ – દેવી. દંડ કંબલ સહિત, ઉનના રજોહરણવાળા, શુદ્ધ આહારને ગ્રહણ કરનારા, અને શાસ્ત્રાનુસાર વર્તનારા, તરપર્ણસુંબીફલ રાખનારા, ભિક્ષાભેજન કરવાવાળા અને વેતવસ્ત્રોવાળા એવા જૈનમુનિઓ કદાપી ક્રોધ કરતા નથી. અને જે ઉપર હંમેશ દયા કરે છે. તેને અવતાર મેં દરેક યુગમાં મુક્તિના કારણે ધર્મને ફેલાવો કરવા માટે અને પાપનું નિકંદન કરવા માટે કરેલો છે–પદ્મપુરાણ. ) આ ઉપરાંત
दशभिभोजितैर्वि-प्रैर्यत् कृतं जायते फलम् । अर्हद्भक्तस्य तदाने, जायते तत्फलं कलौ ॥
છે મહામારત વિરાટપર્વ, મગાય રૂપ મો. ૪૨ / (કલીયુગમાં દશ બ્રાહ્મણને ભેજન દેવાથી જે ફલ થાય છે, તેટલું અરિહંતના એકભકતને દાન આપવાથી થાય છે–મહાભારતમાં )