SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ તિથિ આરાધન નિર્ણય. પર્વતિથિ આરાધન નિર્ણય. - સં. ૧૮૬ની સાલમાં મળેલા તપગચ્છના આચાર્યો અને ઉપાધ્યાય વગેરેએ મળીને શાસ્ત્રના પરિપૂર્ણ અભ્યાસ પછી કરેલ ઠરાવ. શાસ્ત્રમાં બતાવેલી બારતિથિ પિકી એકપણ તિથિ વધે નહિ તેમ ઘટે પણ નહિ. શ્રી. જગતચંદ્રસૂરિશ્વરજીના, વિ. સં. ૧૨૮૫માં થયેલા, શિષ્યદેવેન્દ્ર સૂરિશ્વરજીએ રચેલી, “યતિદિન કૃત સમાચારી”માં ઉલ્લેખ છે કે, પર્વતિથિને ક્ષય હોય તો, તેના પહેલાની જે અપર્વ તિથિ હોય તેને ક્ષય કરે. અને પર્વતિથિની વૃદ્ધિ હોય છે, તેના પહેલાની અપર્વતિથિ હોય તેની લે. ૫૦ લાભ વિજયજી ગણું. વૃદ્ધિ કરવી. ' ભગવતી આદિ સૂત્રોમાં, અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા, એ ચારતિથિએ ચાર તિથિઓમાં, તુંગીયા નગરીના શ્રાવકોએ, અષ્ટમીને દિવસે આઠ પહોરને પૌષધ કરેલો છે. અને ચાદશ–પૂર્ણિમાએ સોળ પહોરને પૈષધ કરેલ છે. ત્થા “ઉપદેશ કલ્પવલ્લીમાં પણ તેજ પ્રમાણે પાઠ છે. તેમજ સંતિકરૂં તેત્રના કર્તા મુની સુંદરસૂરિશ્વરજી, રત્નશેખરસૂરિશ્વરજી, લક્ષ્મસાગરસૂરિજી, સુમતિસાધુસૂરિજી, હેમવિમલસૂરિજી, અને આનંદવિમલસૂરિજી. મહારાજેએ પૂર્વાચાર્યોની પાટ પરંપરાથી અને અનેક શાસ્ત્રો, સમાચારીઓથી બાર પર્વવાળી તિથિઓમાંથી એકપણું વધે નહિ તેમ ઘટે પણ નહિ, એમ સમજીને સં. ૧૫૭૬માં, શ્રાવણ સુદ ૧૫ બે આવી ત્યારે, તપગચ્છની અવિચ્છિના પરંપરાએ પહેલી પુનમની બે તેરસ કરીને તેની ઉત્તર. ચૌદશ, પુનમને છઠ્ઠ કરેલો છે, સેન પ્રશ્નમાં પણ વિજયહીર સૂરિશ્વરજીના નિર્વાણ કલ્યાણકનાં પિષધ, ઉપવાસ આદિ કૃત્ય આ પ્રમાણે જણાવેલાં છે.–જ્યારે બે અગ્યારસ આવેલી હોય, ત્યારે પહેલી અંગ્યારસને બીજી દશમ પરંપરાથી કરાય છે. માટે અગ્યારસ એકજ થાય. વિજયદેવસૂરિજી પણ પુનમને ક્ષય આવે ત્યારે તેરસને ક્ષય કરતા હતા. તેમજ બે પુનમ આવે ત્યારે ઉપલા શાસ્ત્રોમાં બતાવેલા પાંડે, ગુરૂ આદિની પરંપરા, અને તપગચ્છની સમાચારીના આધારે બે પુનમને બદલે બે તેરસ કરતા હતા. વળી તે જ પ્રમાણે, વિજયવીરસૂરિજીના શિષ્ય મુનિશ્રી જંબુવિજયજી લિખિત “વૃદ્ધિ સમાચારને પાઠ ઉચ્ચારી રહ્યો છે.
SR No.522501
Book TitleJain Dharm Vikas Book 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages42
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy