________________
તા. ૧૦-૮-૧૯૬૫ | જૈન ડાયજેસ્ટ
[૧૫ મન-વાણું અને કાયાની પ્રવૃત્તિથી વૈર-વિરોધ અને કલેશ ન વધે એ ક્ષણે ક્ષણે ઉપયોગ રાખવો. બને ત્યાં સુધી બીજાના અપરાધે જે જે કર્યા હોય તે તે તત્કાલે ખમાવવા.
અહમ અને મમતા જેમ જેમ ટળે છે તેમ તેમ વૈર વિરેજ શમે છે. દેહ-નામ અને કીર્તિ આદિ વાસનાઓથી રહિત એવા આત્માના ઉપયોગ વર્તવું. લેકવાસનાથી મુક્ત થતાં આત્માની શક્તિઓ ખીલે છે અને અનેક અશુભ પ્રવૃત્તિયા આપોઆપ બંધ પડે છે. જેમ જેમ દુનિયાની ઉપાધિથી મુક્ત થાય છે તેમ તેમ આત્મા સ્વયં વેર વિરોધ કશ તેમજ ફોધાદિક કષાયથી ધ મુક્ત થાય છે. અને તેથી આમસુખ તેમજ આત્માનું સ્વાભાવિક જ્ઞાન પ્રગટ થાય છે.
પોતાની ભૂલે અને પોતાના દોષને ત્યાગ કર્યા વિના પણ આત્માની મુકિા થતી નથી. જ્યાં સુધી દોને ટાળવાની ઇચ્છા નથી ત્યાં સુધી આત્માને પરમેશ્વર પણ તારવા સમર્થ થતા નથી.
મોહને ટાળવાને પરમેશ્વર ઉપદેશ આપી શકે પરંતુ મોહને તો તે પિતાના આત્માના પુરુષાર્થ ઉપર જ આધાર રાખે છે.
ક્ષમાપના કરવી તે પણ પુરુષાર્થ છે. ભવેક્ષમાપનાથી આત્મશુદ્ધિ થાય છે એમ સર્વ તીર્થંકર પરમાત્માઓએ ફરમાવ્યું છે.
ક્ષમાપના વિના કેઈની મુક્તિ થઈ નથી, થતી નથી અને થવાની નથી.
કઈ જીવને દુઃખ-પીડા કે સંતાપ આપો નહિ. અપાવ નહિ અને અપાવનારની અનુમોદના કરવી નહિ.
ક્ષમાપના મોક્ષની નિ:સરણિ છે. ક્ષમાપનામાં અમૃત છે. ક્ષમાપનામાં સ્વર્ગ અને મોક્ષ છે. ક્ષમાપનામાં આત્મ સ્વરાજ્ય છે.
અંતરાત્મ દશા પ્રગટવાથી ક્ષમાપને થાય છે. આરાધકને ક્ષમાપના કરવાની ઇચ્છા થાય છે. ભાવથી ક્ષમાપના કરનાર ઉત્કૃષ્ટભાવે તભાવે મુક્તિ પામે છે વા ત્રીજા ભવમાં મુકિત પામે છે છેવટે સાત આઠ ભવમાં તે અવશ્ય મુક્તિપદ પામે છે.
ક્ષમાપનામાં દૈવીબળ છે તેથી આત્માની શુદ્ધિ વીજળી વેગે માય છે. પિતાના હૃદયમાં વૈર ઠેષભાવ ન રહેવો જોઈએ. પશ્વાત પિતાના નિમિત્તે