________________
૬૦]
બુદ્ધિપ્રભા (તા. ૧-૬-૧૯૦૫
સાધુ મહાસભા જેઓના મનમાં જૈન ધર્માભિમાનને જુસ્સો છે, જેઓ સ્વપર શાસ્ત્રોમાં કુશળ થયા છે અને જેઓ દેશકાળની સ્થિતિ જાણી શકે છે એવા જૈન સાધુઓએ અમુક કલમોની શરતે પરસ્પર સં૫ ટકી શકે અને સામાન્ય રીતે જૈન ધર્મના સિદ્ધાંતને હાથમાં લઈ શકાય એવી રીતે પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છનાં સાધુઓએ ભેગા મળીને એક સાધુ મહાસભા સ્થાપીને જૈન ધર્મની ઉન્નતિનાં કાર્યો કરવાં જોઈએ.
પ્રાશ્ચાત્ય ધર્મવાળાઓ તથા બીજી ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ ધાર્મિક પ્રગતિના કયા કયા ઉપાયો પ્રહણ કરે છે અને તેમાં તેઓ કેવી રીતે ફાવે છે તે જાણવું જોઈએ અને તેમના યોગ્ય ઉપાયોને ગ્રહણ કરવા જોઈએ. અને અનુભવની સૂમ દષ્ટિથી ધાર્મિક ઉનતિના આચાર અને વિચારોમાં સુધારા વધારે એવી રીતને કરવો જોઈએ કે જેથી નાગમથી અવિરુદ્ધપણે પ્રગતિ માર્ગમાં પ્રયત્ન થાય.
દેશ કાળને અનુસરીને જૈન સાધુઓનાં આચારમાં આજ પર્યત ઘણાં પરિવર્તન થએલાં છે.
જૈન સાધુઓ ભિન્ન ભિન્ન ગ૭ના અને ભિન્ન ભિન્ન માન્યતા માનનારા હોવા છતાં કોઈ પણ ગ૭વાળાને પરસ્પર વિરોધ ન આવે એવા સામાન્ય, જૈન ધર્મની ઉન્નતિના ઉપાયોમાં સંપીને કાર્ય કરવાના કેલ કરાર કરીને સાધુ મહાસભા સ્થાપી શકે અને પુનઃ જૈન ધર્ણોદ્ધાર કરવા પ્રવૃત્તિ કરી શકે તે તે બનવા યોગ્ય છે.........