________________
તા. ૧૦-૬-૧૯૬૫]
જૈન ડાયજેસ્ટ
[પ૧
કથા બીજી
ગુજરાત દેશમાં વિદ્યાપુર નગર હતું. ત્યાં એક રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને એક ભેળી રાણી હતી. આ શણીને એક કુંભારણ સખી હતી. તેના વિના રાણુને ગમતું નહોતું.
આ કુંભારણને એકેય સંતાન ન હતું. તેના ઘરે એક ગધેડી હતી. તે ગધેડીને એક બચું આવ્યું તેનું નામ મદની પાડવામાં આવ્યું.
કુંભાર મદનીયાને પુત્રની પેઠે પાળવા લાગી અને તેની સારી બરદાસ કરવા લાગી. આ મદન ઘેળ હતું અને કુંભારણને તે ઘણે જ હાલે હતે. એક દિવસ તે માંદા પડે અને મરી ગયે.
| કુંભાર અને કુંભારણે પુત્રની પેઠે તેનું મૃત કાર્ય કર્યું. મદનીચા ગધેડાના મૃત્યુને લીધે કુંભારણ રાણી પાસે જઈ શકી ન હતી. આથી રાણીએ એક દાસીની મારફત ખબર કઢાવી કે આજ કુંભાર કેમ નથી આવી તે જાણી લાવ.
દાસીએ આવીને કહ્યું કે તેને વહાલે મદનીયો મરી ગયું છે. રાણી વિચારવા લાગી કે તેને મદનીયો પુત્ર મરી ગયો છે તેથી મારે પણ રડવું જોઈએ. આમ વિચાર કરી તે ધૂકે ને ધ્રુસ્કે રડવા લાગી.
રાજાએ આ વાત જાણું અને તે પણ વિચારવા લાગ્યું કે રાણીનું કોઈ નજદીકનું સગું મરી ગયું હશે તેથી તે મારું પણું સગું થાય માટે મારે પણ રડવું જોઈએ. આમ વિચારી રાજા પણ રડવા લાગ્યો.
રાજારાણીને રડતાં જોઇને પ્રધાન અને કારભારી પણ રડવા લાગ્યા. અને સૌ રડતાં રડતાં ચૌટા વચ્ચે ચાલવા લાગ્યા. આ જોઈને શેરિયાઓ, વેપારીઓ વગેરે પણ રડવામાં સાથે થયા. અને આમ અઢારે વર્ક ની રડતી તળાવના કાંઠે જઈને બેઠી.
એવામાં એક ચારણ કવિએ પૂછયું--હે મહારાજાધિરાજ ! આપના સગામાં કેણ મરી ગયું છે?
રાજાએ કહ્યું કે રાણી જાણે. રાણીને પુછ્યું કે તે કહે છે : ' કુંભારણને મદની દીકરે મરી ગયો છે. કુંભારણને ત્યાં ખબર ... માલૂમ પડયું કે—
મદની ગધેડ મરી ગયું છે. આ સાંભળીને તે સૌ ઝંખવાણું પડી ગયા.
સાર–દેખાદેખીથી કે ક્રિયા કરવાના કરતાં તે ક્રિયા બરાબર સમજીને કરવી.