________________
ધૂળીયા તેમજ લઘરવઘર કપડામાં ફસ્તો કે સફેદ દૂધ જેવા કપડામાં ફરતો માનવી એ જ કઈ સાચે માનવી નથી. સાચે માનવી તો એ બધાં કપડાની અંદર છુપાઈને બેઠા હોય છે. એવા એક સાચા માનવીની શેધનો સવાલ-- .
શ્રેષ્ઠ કોણ?
ના દિવસે શ્રીરંગમની બજારમાં દૂર દૂરનાં ગામ-નગરોની જનતા ભગવાન રંગનાથના ગરુડાસવના દર્શન માટે ઊમટી હતી. ભક્તજનોથી ઊભરાતી સડકો પર ભક્તશિરામણ રામાનુજ, ભગવાન રંગનાથની શોભાયાત્રાનું નેતૃત્વ કરતા હતા. જ્યાં જ્યાં રથ પહોંચતા ત્યાં ત્યાં ભક્તિવિહવળ જનતા અણુમની મુદ્રામાં મૂકી જતી અને ભગવાનને નિવેદ્ય ધરાવી આચાર્યની ચરણરજ લઇ ધન્ય થઇ જતી.
ચાલતાં ચાલતાં 9 એક ચૌટામાં ચિડી વાર માટે રોકાયો. ભગવાનની આરતી થતી હતી. શ્રદ્ધાળુઓમાં જાણે ભક્તિભાવના પ્રદર્શન માટે પ્રતિસ્પર્ધા ચાલતી હતી. એવામાં આચાર્યની દૃષ્ટિ એક યુવક પર પડી. તારુણ્યના બધામ જેવું આજાનુબાહુ શરીર વ્યાયામથી પરિપુષ્ટ માંસપેશી, શામળી પરંતુ આકર્ષક દેહકાંતિ ! યુવકના હાથમાં એક વિશાળ કત છત્ર હતું. એને કેઈના માથા પર ધરીને એ એવા અનન્ય ભાવે ચાલતા હતા, જાણે કે
મહાનિધિને એરોની દષ્ટિથી બચાવવા માગતા હોય ! છત્રથી કાયેલી વ્યક્તિના નુપૂરવાળા પગ પરથી ખ્યાલ આવી જતો હતો કે તે કોઈ સ્ત્રી છે. જનસમૂહને પસાર કરતો, જગતની મશ્કરીની ઉપેક્ષા કરતે એ યુવક એવી રીતે ચાલી રહ્યો હતો, જાણે એણે કેની હાજરીનું ભાન ન હોય. પળવાર માટે પણ એની નજર એ નારીનાં ચરણે પરથી ખસી નહિભગવાનના રથ તરફ પણ ન ગઇ.
યુવકની આ અનન્ય એકાગ્રતાએ આચાર્ય રામાનુજના કુતૂહલને જગાડયું. પાસે ભેલા શિષ્યને કહીને તેમણે પેલા યુવકને બોલાવ્યો. થોડી વાર પછી શિષ્ય એકલો જ પાછા આવ્યા.. એણે કહ્યું “પ્રભુ અત્યારે એ યુવક ખૂબ કામમાં છે; ક્ષમા માંગે છે. એ કહે છે કે આજ્ઞા હોય તો કાલે સવારે એ આપની સેવામાં હાજર થાય.” આચાર્ય બાલ્યા "તથાસ્તુ
બીજે દિવસે સવારે નિત્યક્રમથી પરપાવી આચાર્ય રામાનુજ શિષ્યોને