________________
જે. ૧-૪-૯૫) જૈન ડાયજેસ્ટ
[૧૯ એકવડુ કાણુ, મેં પર સદાય સ્વાગતનું અમૃત વેરતું સ્મિત, આંખમાં પ્રસંગને ઘૂઘવાતો ઉમંગ, પગમાં કાર્યને થનગનતે વેગ, પવનવેગી ચાલ અને હોઠો પર સદાય ગુરુદેવ અને જિનેશ્વરના નામની ગુંજ; આ બધાથી કાર્યની જિવંત પ્રતિમા સમા–
શ્રીયુત પ્રેમચંદભાઈ વાડીલાલ વેરા આ મહુડી ઉપધાન પ્રસંગના પ્રાણ હતા. એ દિવસોમાં જેઓએ તેમને જોયા છે તેમને તે સદાય યાદ રહી જશે.
ઘડીના રે જપ વિના, અસહ્ય થાક વચ્ચે, અનેક અમૂંઝણેના વમળમાં, કયારેક તો ધગધગતા તાવમાં, કૌટુંબિક અડચણો વચ્ચે પણ દિવસ કે રાત જોયા વિના તેઓશ્રીએ આ વિરાટ પ્રસંગનો જે કાર્યભાર ઉપાડ્યો હતો તે ખરેખર તેમની હિંમતને દાદ અપાવે તેવો હતો.
નાના સરખા ગામમાં, વસ્તુઓની અછતવાળા વિસ્તારમાં, માત્ર ગયા ગાંધ્યા જ સહકાર્યકરોના સાથમાં તેઓશ્રી આ મોટા પરિવારને (૨૭ આરાધકો) જે જતન અને પ્રેમથી જાળવ્યા અને દિના વિદને આ પ્રસંગને જે સફળતાથી પાર કર્યો તે બદલ તેમનું આ અપૂર્વ સાહસ સાચે જ અભિનંદનીય છે.
છતાંય પિતાના બહુમાનના જવાબમાં તે તેઓશ્રી વિનમ્રતાથી આટલું જ કહે છે –
મેં તે કશું જ કર્યું નથી. શાસનદેવની કૃપા અને ગુરુદૈવના આશીર્વાદથી જ આ બધું પાર પાડયું છે. અને સમાજનો જે સાથ ન મળ્યો હોત તે તે આમાંનું કંઈ જ બનત નહિ.”
ખરેખર આવા વિનમ્ર, નિષ્ઠાવાન, ઉમંગી, શ્રદ્ધાળુ અને સાહસિક એવા શ્રી પ્રેમચંદભાઈ તેમજ તેમના સૌ સહકાર્યકરનું જેટલું બહુમાન કરવામાં આવે તે અલ્પ જ રહેવાનું. ..અહિંગલાના તંત્રી મંડળ તરફથી શ્રી પ્રેમચંદભાઈ તેમજ તેમના સહકાર્યકરોને આસારા લાખ લાખ અભિનંદન!!!