________________
૧૪૬
પ્રિભા [ના. ૧૯-૪-૧૯૬૫ થ મા છે વિદાય એક વહાલાના વિજેગની
એક મંગળ ઘડીએ ઉપધાન પ્રસંગને પ્રારંભ થયો. પ્રારંભ તેને જ અંત. આ પ્રસંગ પણ પૂર્ણ થયો. પરંતુ પુષ્પની પાંખડીઓ વીખરાતી નથી; એ તો પરિમલ જ પાથરી જાય છે. આ પ્રસંગ પણ એક એવી જ પરિમલ પાથરતે ગયે.
એ વિદાય વેળાએ આ પ્રસંગના સારાય કારોબારને તનતોડ મહેનત કરી, કે માત્ર પરમાર્થ કાજે જ કાયાને અને જરૂર પડે માયાને પણ ઘસીને કાર્ય ર્તાઓએ જે ઉત્સાહ અને ઉમંગથી, તાઝગી અને તરવરાટથી કામ કરીને આ પ્રસંગને ઇતિહાસના પાના પર સુવર્ણ અંકિત કર્યો તે કાર્યકર્તાઓનું બહુમાન કરતાં અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળના પ્રમુખ શ્રી તુલસીદાસ સવા કાર્યકર્તાઓને અભિનંદી રહ્યા છે.