________________
તંત્રીસ્થાનેથી દિવાળી વીતી ગયાને થોડા દિવસ વીત્યા હતા. હું બુદ્ધિમલાના કામમાં રોકાયેલ હતો. ત્યાં સંપાદક શ્રી ગુણવંત શાહને ખંભાતથી પત્ર આવ્યો -
હું માંદગીના બિછાને હોઈ તેમજ ડોકટરોએ મને હમણું લખવા-વાંચવા વગેરેનું કામ નહિ કરવાની કડક સૂચના આપી હોવાથી આગામી સર્વજ્ઞ સ્મૃતિ અંકનું સંપાદન કાર્ય વગેરે
સારા અને સુંદર રીતે પતાવવા મહેરબાની કરશે.”
તંત્રીશ્રી ઇંદિરાબેન તો પહેલેથી જ પોતાને પાવન પ્રસંગ ઉજવવા દેઢ મહિનાથી દેશમાં ગયા હતા. આથી એમનું માર્ગ હશન વગેરે તે મળી શકે તેમ ન હતું.
આથી આ આખોય અંક મારે કાઢવું પડયું છે. સંપાદકશ્રીની નફરત તબિયતને લઈ તેઓ જે પિતાની કલમે ચિંતનકણિકા– સમાજનાગીતમંજુષા વગેરે લખતા હતા તે આ અંકમાં આપી શકાયા નથી.
આ આખોય અંક એક સાથે સાધુ બીનહરીફ સાહિત્યકાર અને પ્રાતઃસ્મરણીય-આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિજી અંગેને હોઈ તેમને અંગેનું સાહિત્ય તૈયાર કરતાં મેં ખરેખર એક અવણ નિય આનંદ અનુભવ્યો છે ને પ્રેરણા પણ મેળવી છે.
મારાથી બનતી તમામ શકયતાએ આ અંકને સમૃદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે.
આ અંક વાંચી વાચકે પ્રેરણા ને ભક્તિ પામશે તો મારો આ પ્રથમ પ્રયાસ. (કારણ આ અંક મારી જીંદગીમાં પહેલ વહેલો જ પ્રગટ કરું છું.) સફળ થયો લેખીશ.
એજ લી.
આપ સૌને ભગવાન શહુ સતંત્રી.