________________
સમેત શિખર સળગે છે
દિવસે વીતતા જાય છે અને મામલે વધુ ગૂંચવાતા જાય છે.
સરકાર સાથેની આપણી મંત્રણાઓ ને તેનું નિરાકરણ છેક છેલ્લી ઘડીએ પટાઈ ગયું છે. સમેતશિખર પરના આપણા હકકને માન્ય કરવા સરકાર તૈયાર નથી થઈ શકી. સમિતિમાં આપણા સભ્યો લેવા સરકાર તૈયાર છે પરંતુ એ ધરતી, એ પહાડ, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકનો છે એને સ્વીકાર આપણી સરકાર કરી શકતી નથી.
| મંત્રણાઓ ચાલુ જ છે. વિરોધ પણ ચાલુ જ છે. પરંતુ મને કહેવા દો એ વિરોધ અધૂરો છે, ધરખુણાને એ વિરોધ છે.
| વહેવાર ને વેપારને જાણનાર આપણી જૈન કેમને એ કહેવાની જરૂર ન હોય કે જ્યારે આપણા કાઈની સિકત કે ઘર ઉપર કોઈ આક્રમણ કરે છે ત્યારે તેનો સામનો અને પડકાર આપણે ઘર બહાર ઊભા રહીને કરીએ છીએ, નહિ કે ઘરની અદ્ધર રહીને.
- આપણે આજસુધીમાં સમેતશિખર અંગેનો જે વિરોધ કર્યો છે તે બહુધા ઉપાશ્રયેની ચાર | દિવાલોમાં બેસીને કર્યો છે. તે માટે જે ઉપવાસ કર્યો છે તે ઘરના ખૂણામાં સૂઈ રહીને કર્યા છે. જે ક'ઈ વિરોધના ઠરાવે કર્યા છે તે ઘણે ભાગે આ પણી સંસ્થાઓની બંધ એટ્ટીમાં રહીને કર્યા છે.
( આ પ્રમાણે જે વિરોધ કર્યાનો સંતોષ માનવામાં આવશે તે મને શંકા છે, આ પ્રશ્નનો ઉકેલ કયારે ય પશુ નહિ આવે.
- આજે તો જરૂર છે, જગતના ચોગાનમાં આવીને, સંઘબળથી બુલંદ અવાજે પોકારવાની કે – સમેતશિખરની ધરવી અમારી છે અને અમારી જ રહેશે,
આ પ્રસંગે મને આચાર્ય કાલકસૂરિની યાદ આવે છે. સાધ્વી શ્રી સરસ્વતીનું ગદ ભિલે અપહેર કર્યુ અને આ નરસિંહે “ આપદુ ધર્મ ? ને સમજીને કંથા ફગાવીને કાંટાળું બખ્તર એાઢયું'. દાંડાને છોડીને હાથમાં ભાલા પકડયો. ચેરપટ્ટો ઉતારીને એણે વીર સૈનિકનો સમર સ્વાંગ સજયો. અને ધાડા ઉપર સવાર થઇ, રાજાની શાન ઠેકાણે લાવવા એણે તીરનું સંધાન કર્યું.
આ તે માત્ર એક જ દૃષ્ટાંત છે. પણ આપણા ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે જ્યારે જ્યારે આપણા ધમ પર સંકટ ઉતર્યું છે ત્યારે ત્યારે આપણા પૂર્વજોએ તે સામે બહાદુરી પૂર્વકની લડત આપી છે.
- આ માટે જીલનમાં ધર્મ ઝનૂન ઉતારીને હાથને લોહીયાળ બનાવવાનું હું નહિ કહું. પરંતુ એટલું તો જરૂરથી કહીશ કે ધર્મનું અભિમાન રાખીને જીવનને પોતાના જ લેહીથી રંગી દે !
દુનિયાની કે કુદરતની, સમાજની કે સરકારની કેાઈ પણ આફત તમારા પર આવે તો તેને વધાવી લો ! મૌન બનીને પોતાની જાત પર જ એ યાતનાઓને હસતા મોંએ સહન કરી લો !
યાદ રાખેઃ ઘોડાઓની ખરીઓ નીચે કચડાઈને બંદુકેમાંથી ધનાધન નીકળતી કાતીલ ગેળીઓને સામી છાતીએ વધાવીને આપણે આઝાદી મેળવી છે.
| ગોળીના જવાબ ગેળીથી આપીને નહિ પરંતુ એ માટે બ્રીટીશરોને આપણે કહ્યું હતું:તમારી પાસે હોય તેટલી ગાળી છેડે જાવ, ભાતુનું એકે એક સંતાન એ સામે ખુલ્લી છાતીએ ઊભું રહેશે. પરંતુ હવે એ ગુલામ રહેવાનું હરગીઝ પસંદ નહિ કરે, નહિ કરે.
જરૂર છે આજે એ અહિંસકે વીરતાની ! જરૂર છે આજે એવા મંગળ બલિદાની !! જરૂર છે આજ સમેત શિખર માટે—એને પણ સસ્તુ' બનાવનાર મરજીવાઓની !! સમેત શિખરને તો આજ જરૂર છે—એને મુઠીમાં લઇ ભમનાર ભડવીરની એને આજ જરૂર છે ધર્મના રક્ષણ માટે ધનને ધૂળ ગણનાર ધનગીરાની. એને તો આજ જરૂર છે ભગવાનને વહાલા ગણી ભેગને કુ કી નાંખનાર ધગધગતા કેમવીરાની.
એને જરૂર છેઆ જ સામુદાયિક તાકાતની. એને જરૂર છે આજે સંગઠ્ઠનની. એને જરૂર | છે આજે સક્યિ પ્રચંડ વિરોધની..
સુમેત શિખર તો કહે છે તમે જે મને તીર્થધામ માનતા હો, તમારા જીવનની મને આરાધ્ય ભૂમિ સમજતા હો, તમારી જિંદગીની મને મંઝિલ ગણુતા હો, અને તમારા પાપાને નાશ કરનારી મને પવિત્ર ધૂળ સમજતા હો