SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૯-૧૯૬૪ } બુદ્ધિપ્રભા [૧ ટીને રજુ કર્યું છે. આજથી અગિયાર સ્થળે જવાના હતા, પણ એમ ન વર્ષ પહેલાં, ૧૯૫ર ના નવેમ્બરમાં એમણે રૂથ સિમસ નામની એક સ્ત્રી પર સંમેાહન (હિમ્નેટીઝમ)ના પ્રયાગા કર્યા હતા. ઈ. સ. ૧૯૨૩માં અમેરિકાના આયાવા રાજ્યમાં એ સ્ત્રીને જન્મ થયા હતા. પ્રયાગ વેળાએ એ રૈકસ સિમસ નામના એક વીમા એજન્ટની પત્ની હતી. સ’મેાહનાવસ્થામા એ સ્ત્રી પાતાની ૧૪૬ વર્ષ પહેલાંની, એટલે કે ઈ. સ. ૧૮૦૬ ની અવસ્થામાં પહેાંચી ગઈ અને એણે એ સમયની પેાતાની સ્થિતિ વિષે જે કઈ માહિતી આપી તે અક્ષરશઃ સાચી પુરવાર થઈ. બ્રિટિશ ઈન્ક્રમેન સર્વિસે પણ એ આપેલી માહિંતીને પુષ્ટિ આપી. સંમેાહનાવસ્થામાં એ સ્ત્રીએ કહ્યું કે એ આયરલેન્ડની રહેવાસી હતી. એતુ નામ બ્રાઈડી મર્મી અને પિતાનુ નામ ડંકન મર્કી હતું. તેએ બેરિસ્ટર હતા. એ મિસ સ્ટ્રેનની શાળામાં ભણુતી હતી. એના પતિનુ' નામ શ્રિયન મેકાર્થી હતુ. એ બેરિસ્ટરના દીકરા હતા, તેમજ પેાતે પણ બેરિસ્ટર હતી એ સેટ ટેરેસાના દેવળમાં અર્ચના કરવા જતી. ત્યાંના પાદરીનું નામ ફાધર જોન હતુ. એ પેાતે પ્રોટેસ્ટન્ટ હતી, પણ એના પતિ સ્થાલિક હતા. ૬૬ વર્ષની વયે દાદર પરથી પડી જતાં એનુ મૃત્યુ થયું હતું તે દિવસે રવિવાર હતા. એણે એમ પણ જણાવ્યું કે ફાધર જોનના કહેવા પ્રમાણે એને આત્મા કાઇ વિશુદ્ધ બન્યું. એટલે મૃત્યુ પામ્યા પછી પણ ફાધર જૈન જીવતા રહ્યા ત્યાં સુધી એ પેાતાના ઘરમાં જ રહી. જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યારે એણે એમને કહ્યું કે તેઓ જૂહુ' મેલ્યા હતા. ત્યાર પછી પતિનું વર છેાડી એ પેાતાને પિયર જઇ રહેવા લાગી. છેવટે ઈ. સ. ૧૯૨૩માં આયાવામાં એને જન્મ થયેા. મૃત્યુ પછીના જીવન વિષે એણે કહ્યું કે એ જીવન પૃથ્વી પરના જીવન કરતાં સારૂં નહતું. એ અવસ્થામાં મન ક્રાવે તેમ કરી શકાતુ નહિ. લાંબા સમય સુધી કાર્યની સાથે વાતે પણ કરી શકાતી નહિ. ખાવા-પીવાની પણ જરૂર ન પડતી. આ જીવનમાં એ સ્ત્રી આયરિશ ભાષાથી તદ્દન અજાણ હતી. છતાં સમહનાવસ્થામાં તેણે આયરિશ ભાષામાં વાતા કરી હતી. કેટલાક લેાકેાએ આશકા વ્યક્ત કરી કે કદાચ બ્રાઇડી મર્ફી કે મર્ફી કુટુંબ વિષે કાષ્ઠ પુસ્તક લખાયું હશે અને એને આધારે આ સ્ત્રીએ બધી વાતા કહી હશે. પણ તપાસ કરતાં માલુમ પડયું કે આ રીતનુ કાર્ય પુસ્તક ચારે ય પ્રગટ થયું હેતું. વળી તે કદી આયરલેન્ડ ન ગઈ હેાવા છતાં, કાષ્ટ પુસ્તકમાં પણ ન હૈાય એવી ઝીણવટભરી માહિતી એણે આપી હતી. એના ઘરમાં કેટલા એરડા હતા, રસેાડુ કયાં હતું. ધરની સામે કયાં કયાં વૃક્ષેા હતાં વગેરે પણ એણે કહ્યું હતુ.
SR No.522158
Book TitleBuddhiprabha 1964 09 SrNo 58
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy