________________
ગીત મંજુષા
મીઠાં મીઠાં હૃદય ઝરણાં, ખામણાં નીર જેવાં, ધ્રુવે સવે (હૃદય મળને દિવ્ય દૃષ્ટિ ખીલવે; વાળે માર્ગે સહજ શિવના દુઃખના ઓઘટાળે, ઉંચા ઉંચા સંકળ ગુણની ઉચ્ચતા શીઘ્ર આપે. સાંધે મૈત્રી. નયન મનની તુચ્છતાં ટાળનારાં, વ્હાલાં મારાં પ્રતિદિન વસે દિલના આંગણામાં; સદેશે એ પરમ સુખને મુક્તિનું બારણું એ,
ખામુ જીવે સકળ જગના
સર્વ જીવો ખમાવો.
ગુણને ગુણને
સિંચે સર્વે હૃદય હૃદય
મેઘની વૃષ્ટિ જેવાં,
સાચી એ છે સહજ વિભુને દેખવા શુદ્ધ દૃષ્ટિ; આવે! પ્યારાં હૃદય વસશે। શાંતિને આપનારાં, મુખ્યબ્ધિ હા પ્રતિદિન થશે . ખામણાં એ મઝાનાં.
૧૭–૯–૧૯૧૨
.
હૃદય ઝરણાં