________________
(૨૧)
પાઠશાળાને વાર્ષિક ઇનામી મેળાવડે- કા, વ. અને વિવારના દિવસે અહીં વર્ષોથી ચાલતી પુ. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી જૈન પહશાળાનો વાર્ષિક ઇનામી મેળાવડે લેવાથી પાઠશાળાની કમીટી તરફ તા. ૨૫-૧-૬૧ના દિને પુ. શાસન- કંકાહારક ગણિવર્ય શ્રી હસાગરજી મહારાજશ્રીની નિશ્રામાં વાર્ષિક ઈનામી મેળાવડા માટેની નિમંત્રણ પત્રિકા પ્રસિદ્ધ થઈ હતી. તદનુસાર ઉપાશ્રયના વિશાળ હોલમાં રવિવારના રોજ સવારે પૂ. ગણિવર્ય. શ્રીની નિશ્રામાં મેળાવડે પેજાએલ તેમાં પ્રથમ બાળોએ મંગલાચરણ કર્યા બાદ બાળાઓના ગીતસંવાદ-રાસ આદિ કાર્યક્રમ બાદ શિક્ષક ચંપકલાલે રીપેર્ટ વાંચી સંભળાવેલ પછી પર્યુષણ પર્વમાં પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલ પાઠશાળાની રૂ.સે.સેની કાયમી તિથિઓની ને રજુ કરેલ. જેમાં લગભગ ૧૦૦' તિથિએ નોંધાઈ ગઈ છે.
ત્યારબાદ શ્રીસંધના બહેશ માનદ સેરી અને પાઠશાળાની કમિટિના સભ્ય શેઠશ્રી બાપાલાવ મનસુખલાલે પિતાની લાક્ષણિક શૈલીમાં પાઠશાળા દિન-પ્રતિદિન કેમ આગળ ધપે અને તે અંગે આપણી શી ફરજ છે? તેની સુંદર રજુઆત કરેલ. બાદ મહેસાણાના પરીક્ષક શ્રીયુત વાડીલાલ મગનલાલે પાઠશાળાની પ્રગતિ કેમ થાય ? તે અંગેની સ્કીમ અને અનેક દાખલાઓ આપવાપૂર્વક સુંદર વકતવ્ય કરેલ બાદ કલકત્તાથી રૂા. દસ હજાર પાડશાળાને શેઠશ્રી કેશવલાલ ધારશીભાઈ મારફત ભેટ મળ્યાની જાહેરાત થએલ.
ત્યારબાદ અધ્યક્ષસ્થાનેથી પુ. શ્રાસનકટદ્વારકશ્રીએ પાઠશાળા એટલે શું? પાઠશાળા પ્રતિ શ્રી સંઘના દરેક ભાઇબહેનની શી ફરજ છે કે તેના નિભાવ માટે શું કરવું જોઇએ? બાળક-બાલિકા એને કેવા સુંદર સરકારે પાડવા જોઈએ ? તથા ગુરૂપરતંત્રમાં અને જ્ઞાનથી પ્રાપ્ત થતા લાભ ઉપર શ્રી યુવરાજનું અપૂર્વ ષ્ટાંત આપવા પુર્વક મનનીય પ્રવચન આપેલ. ત્યારબાદ શેઠ શ્રી કેશવલાલ ત્રિીકમલાલ તરયી કાયમી ઇનામી પ્રબંધમાંથી તેમના
સુપુત્ર શ્રી. બચુભાઇના હસ્તે પાઠશાળાનાં બાળકોને ઇનામ વહેંચવામાં આવેલ. બપોરે ૬૪ પ્રકારી પૂજા ભણાવેલ અને પ્રભુજીને અંદર અંદરચના થએલ. પૂ. ગણિવર્યશ્રી આદિ ઠ. અત્રે મન એકાદશી સુધી સ્થિરતા થવા સંભવ છે. વઢવાણ સીટીનાં શ્રી નૂતન સંઘને જિનમંદિર અર્પણ કરાવાયું.
વઢવાણ સીટીમાં “સ્વ. શેઠ શ્રી મુલચંદ લાલચંદ જૈન દહેરાસર' એ નામનું ભવ્ય શિખરબંધી નુતન જિનમંદિર શેઠ શ્રી કપુરચંદ ફુલચંદ તથા શેઠ શ્રી વાડીલાલ ફુલચંદ તરફથી પિતાના સ્વ. પૂ. માતાપિતાના પુનિત મરણાર્થે બંધાવીને તેમાં મૂળનાયક શ્રી શીતલનાથ પ્રભુજી આદિ શ્રી જિનબિંબની ભારે ધામધૂમ પૂર્વક પ્રતિષ્ઠા કરાવીને તેનો વહીવટ પણ પિતેજ કરતા હતા. તે નૂતન જિનમંદિર, સુરેન્દ્રનગર માં ચાતુર્માસ બિરાજતા પૂ. શાસન કંટધારક ગણિવર્ય શ્રી હંસસાગરજી મહારાજશ્રીના સુપ્રયાસથી અને સતત સદુપદેશથી વઢવાણ સીટીના શ્રી સંધને અર્પણ કરવાનું સહર્ષ સ્વીકાર્યું. અને પૂજયશ્રીનાં આપેલા આસો સુદ ૬ ને રવિવારના શુભ દિવસે બન્ને ભાઈઓએ વઢવાણ સીટીના શ્રી સંઘને પરમ ઉલાસથી નિભાવફંડ આપવા પૂર્વક પોતાનું બી જિનમંદિર અર્પણ કર્યું હતું. જેને શ્રી સાથે બહુ માનપૂર્વક સ્વકીર કરેલ છે. અને શ્રી સંધે “સ્વ. શેઠ શ્રી ફુલચંદ લાલચંદ જૈન દહેરાસર' એવું નામ કાયમ રાખવાનું અને પ્રતિવર્ષે ધજા ચડાવવાને આદેશ સ્વ. શેઠશ્રી ના કુટુંબને આપવાનું કરાવ્યું છે. બન્ને ભાઈઓ તરફથી પ્રતિષ્ઠાના દિવસે પ્રતિવર્ષે પૂજા-અણી પ્રભાવના–માટેની રકમ પણ શ્રી સંધને અર્પણ કરીને પિતાના કુટુંબનું નામ અવિચળ રાખ્યું છે.
અમદાવાદ પધાર્યા પૂજ્યપાદ પન્યાસપ્રવર થી. મહોદયસાગરજી મણિવર્ય તથા મુનિવર્ય શ્રી દુર્લભસાગરજી ઠાણસાણંદથી વિહાર કરી અમદાવાદ આંબલી પળના ઉપાશ્રયે ઝવેરીવાડ પધાર્યા છે. પૂજ્યપાદ પ્રશાન્તમૂર્તિ