SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૦-૧૧-૫૯ , તા. ૨૦-૧૧-૫૯ – બુદ્ધિપ્રભા – –– જૈનદર્શનમાં કર્મની પ્રધાનતા... » લેખક આચાર્ય શ્રીમદ કીર્તિસાગરસૂરીશ્વરજી कम्मुणाभगोहाइ कम्मुगाहाइखत्तियो वइसाकम्मुणाहाइ सुद्दोहवइकम्मुणा ઉત્ત. સૂત્ર. અ. ૨૫ પરમ તિર્થંકર શાનપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને તમામીએ એકવાર શ કર્યો. હે પ્રભો! આ વિશ્વમાં જે જાતિવાદના એ દષ્ટિગોચર થાય છે તે બરાબર છે પ્રભુ વિદ્યાઃ ગૌતમ ! જૈનદર્શનમાં કામ પ્રાધાન્ય છે, અતિ નહીં. આ કથામાં કર્મથી બ્રાહ્મણ-ક્ષત્રીય-વૈશ્ય અને શ્રદ્ધપણને પ્રાપ્ત થાય છે. માનવ કર્મથી ચંડાળ બને છે અને કર્મથી બ્રાહ્મણ બને છે. પછી ભલે જાતિથી ચંડાળ હોય કે બ્રાહ્મણ છે, નામથી ચંડી હોય કે બ્રાહ્મણ હોય, તે પણ સદાચારના આધારે ચંડાળ કુળમાં ઉત્પન્ન થયો હોવા છતાં બ્રાહ્મણથી પણ વિશિષ્ટ બની જાય છે અને બ્રાહ્મણ છતાં ચંડાળ જેવા કર્મો કરે તેને કર્મચંડાળ કહેવાય છે. જાતિચંડાળ મોક્ષને અધિકારી બને છે પરંતુ કર્મચંડાળની મુક્તિ નથી. તમે સારા કુળના સુંદર નામ ધરાવનાર છે છતાં તમારું આચરણ હીન હોય તે અધમ જાતિમાં લાવી મૂકે છે. માટે નામની જતિની કે કુળની ભાંજગડમાં નહીં પડતાં સુંદર કામ કરે જેથી મનુષ્ય જન્મની સાર્થકતા સાધી શકશે, મન, વચન અને કાયામાં દુષ્ટ કર્મોના સંસ્કારને લગાડ નહિ શુભ સંસ્કાર સંચય કરો જેથી આ ભવને પરભવમાં મનહર બતાય અને દુર્ગતિના દુએ ભોગવવાનો અવસર મળે નહીં. સુખ-સંપત્તિ સમીપમાં ને સમાજમાંજ રહ્યા કરે. સારી જાતિ મળ સારૂ ફળ પ્રાપ્ત થયું કે સુંદર નામની ગોઠવણ થઈ તેથી મલકાવા જેવું નથી. મદોન્મત્ત બનીને સારા આચારને વિસરવા જેવી નથી. સારા કર્મ કરીને ખુશી થઇએ તે તે કિ છે, નહિતર તે મદેન્મત્તતા મોઠે માર મારીને અકથ યાતનાઓમાં ધકેલી દેશે. માટે આઠ જાતિને મદ મૂકીને કુળ, તિ, ૨૪, એશ્વર્યા વગેરેને સારી રીતે લાભ લે, સારામાં સારો લાભ મળતો હોય ત્યારે આ આ મો વારેવારે ક્ષણેક્ષણે પથ્થરાએ મારતા હોય છે. તેમાં પાથરૂપી ધૂલી નાખી મળતા લાભને ધૂળધાણી કરી નાખે અને ખાનાખરાબી કરીને માણસ જેવા માણસને પાગલ બનાવે છે. રાક્ષસ જેવા બનાવીને ચારે મતિમાં અને પાટા બંધાવી ઉન્માર્ગે લઈ જાય છે. માટે યુદ પ્રાપ્ત થયેલી સંપત્તિ-સતા-સાહ્યબીને મદદ કરે નહિ અને મને માર કરીને જન્મને, નામને, જાતિ-કુલાદિકને શોભાવ એટલે સારા કર્મો કરીને આત્મગુણોને વિકસાવી અનામી આનંદધન બને. પછી જન્મ-જરા મૃત્યુના અત્યંત જે સંકટો રહેલા છે તે ટળી જવાના અને સાથે આવતી આધિવ્યાધિ-ઉપાધિઓ પણ આપે આજ પસી જવાની.
SR No.522101
Book TitleBuddhiprabha 1959 11 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1959
Total Pages30
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy