________________
પર
બુદ્ધિપભા. “આપ કાલે મહેરબાની કરીને મહારે ત્યાં ” માજીસ્ટ્રેટ સાહેબે આશ્ચર્ય યુક્ત ચહેરે કર્યો અને કાગળ પરથી એક નેત્ર ઉડવી “બાબુ ! હું તમારે ત્યાં આ!! કેવું અર્થ વિનાનું તમે બેલે છે?”
એ જેમ તેમ જવાબ વાળે “સાહેબ ! આપની માફી માગુ છું. કાંઈક ભૂલ થયેલી જણાય છે. ગોટાળે થય છે.” અને પરસેવાથી ભીજાયલે શરીરે તે રૂમમાંથી બહાર નીકળે. શત્રે જ્યારે તે તેની પથારીમાં આમતેમ આળોટતે હતું ત્યારે દૂરથી આવતા ભણકારા તેના કાનમાં સતત વાગ્યા કરતા હતા કે “બાબુ તમે એક ચક્રમ છે.”
પાછા વળતાં રસ્તામાં તેને વિચાર આવ્યો કે “માજીસ્ટ્રેટ સાહેબને ઘણું માઠું લાગ્યું હોવાથી, પિતે આવ્યા હોવા છતાં આવ્યા ન હતા એમ જણાવ્યું.
લાવણ્યને તેણે ઘેર આવી જણાવ્યું કે તે ગુલાબજળ લેવા ગયે હતે. આમ બેલતે હતે એટલામાં તે લગભગ અરધુ ડઝન ચપ્રાસીઓએ કલેકટરના પક્ષ સાથે ત્યાં દર્શન દીધાં અને નભેન્દુને સલામ કર્યા બાદ હસતે ચહેરે ઉભા રહ્યા.
લાવયે હસીને નભેદુના કાનમાં કહ્યું “ શું! તમેએ કે સફેડમાં નાણાં આપ્યાં માટે આ લેકે તને પકડવા આવ્યા છે ?”
છએ પટાવાળાઓએ દાંત કાઢીને કહ્યું “બાબુ સાહેબ! બક્ષીસ છે.”
પડખાની રૂમમાંથી નીલરત્ન આવ્યા અને ગુસ્સે થઈ પૂછયું “શાને માટે બક્ષીસ?”
પટાવાળાઓએ પહેલાંની પેઠે હસતે મેં કહ્યું “બાબુ સાહેબ માજીટ્રેટને મળવા ગયા હતા, માટે અમે બક્ષીસ લેવા આવ્યા છીએ ?
લાવણ્યલેખા હસીને બોલી “મહને તે ખબરજ નહતી કે આજકાલ માજીસ્ટ્રેટ સાહેબ ગુલાબજળ વેચે છે? એ પહેલાં તેમને વ્યાપારજ ન હતે.”
નદુએ માજીસ્ટ્રેટવાળી તથા ગુલાબજળની વાતને ઘટાવવા ગલ્લાં તલ્લાં કરવા માંડયાં પણ કેઈને કાંઈ સમજણ પડી નહિ.
નીલરને પટાવાળાઓને જણાવ્યું “બક્ષીસ આપવા જેવું કાંઈ બન્યું નથી, તમેને બક્ષીસ આપવામાં નહિ આવે”
નભેદુને પિતાની લઘુતા સમજાઈ અને તે બોલ્યો “અરે! એ બિચારા ગરીબ માણસે છે, એમને કાંઇક આપવાથી શું નુકસાન થવાનું છે? ” એમ બોલી તેણે ખીસ્સામાંથી એક ચલણી નોટ કાઢી. નીલરને તે ખેંચાવી લીધી અને કહ્યું કે “એમનાથી પણ ગરીબ માણસે આ દુનીઆમાં ઘણું વસે છેહું આ નેટ તમારા વતી તેમને આપીશ ?”