________________
૨૮
અભ્યાસ કરવાની જરૂર નથી. તેમજ કાયદાના વિષયની પરીક્ષા આપવાની ઈચ્છાવાળાને ડૉકટરી વિષયનું જ્ઞાન મેળવવાની જરૂર નથી. પણ તત્વજ્ઞાન એ એવું જ્ઞાનવિષય-છે કે તે જાણવાની દરેક માણસની ફરજ છે. હુન્નર ઉદ્યોગ, ધંધા, કે એવા બીજા ગમે તે ઊદરનિર્વાહના ધંધાનું શિક્ષણ મેળવ્યું હશે, ને જે તત્વજ્ઞાન સંબંધી કંઈ પણ જાણ નહિ હશે, તેનામાં તત્વજ્ઞાનની ગંધ પણ નહિ હશે તે, જીંદગીની અંદર તેને વાસ્તવિક સુખની, આનંદની, લેજત જણાશે નહિ,
તત્વજ્ઞાન પ્રાણીઓને સુખની વખતે આનંદ આપે છે, એટલું જ નહિ પણ દુઃખની વખતે પણ દીલાસો આપે છે. તત્વજ્ઞાનીઓ જગતમાં રહેલા હક અથવા અમેહક પદાર્થનું રવરૂપ સમજે છે. પદાર્થના વારતવિક સ્વરૂપની સમજણુથી વસ્તુના રવભાવ ધર્મ-મુજબ તેનું જે પરિણામ આવવાનું તે આવે તેમાં આપણે હર્ષ યા શેક કરવાનું કારણ નથી, એ તેના સમજવામાં આવે છે. તેથી ગમે તે સ્થિતિમાં તેને કંઈ નવાઈ જેવું લાગતું નથી, ઉલટ વરતુના યથાર્થ સ્વરૂપના જાણપણાથી તેને આનંદ થાય છે.
તત્વજ્ઞાન એટલે લેક-જગત-માં રહેલા પ્રાણી, પદાર્થ, વસ્તુના સવરૂપ, ધર્મનું યથાર્થ જાણપણું યાને વાસ્તવિક બેધ.
જે સુખ શાંતિ, અને આત્મિક આનંદ, સજાઓ કે મહારાજાઓ, શ્રીમંત કે ધનવાને પિતાની સત્તા કે દોલતથી તત્વજ્ઞાનની ગેરહાજરીમાં મેળવવાને ભાગ્યશાળી થતા નથી, તે સુખ, શાંતિ અને આમિક આનંદ તત્વજ્ઞાનીઓ મેળવી શકે છે. તેથીજ તત્વજ્ઞાનની કિંમત જ્ઞાનીએ વધારે કરે છે.
ધંધા યાને હુનરકળાના જ્ઞાનથી બુદ્ધિમાં જે વધારે થાય છે, બુદ્ધિની જે પ્રભા ખીલે છે, તેથી હજારે ગણે વધારે તત્વજ્ઞાનથી થાય છે.
તત્વજ્ઞાનથી પ્રાણીઓ જગતની અંદર જોવાલાયક શું છે? આદરવા લાયક શું છે? અને ત્યાગવા લાયક શું છે ? એનું સ્વરૂપ સમજે છે. અને યથાશક્તિ તે ત્રણેને અમલ કરવાનો પ્રયત્ન કરે છે. જગતમાં વિવિધ પ્રકારના પદાર્થ રહેલા છે. તે તમામ મનુષ્યના ઉપયોગના માટે રહેલા છે. એવું માનતારાએ કેટલી બધી ભૂલ કરે છે, તે તત્વજ્ઞાનથી તેને સમજાય છે.
તત્વજ્ઞાનથી પ્રાણીઓ વિવેકી બને છે. વિવેકથી માણસ માણસ બને છે, વિવેક વિના પ્રાણીઓ મનુષ્યને નહિ છાજતી રીતભાત ધારણ કરે છે, ત્યારે જગતના લેક તેને પશુત્તિવાળે છે, એવી ઉપમા આપતા આપણે જોઈએ છીએ.
તત્વજ્ઞાનથી જગતની રચનાનું ભાન થાય છે. ઉત્પત્તિ, વિનાશ અને તેનું કાયમ રહેવું કેવા પ્રકારથી છે, તે સમજાય છે.