SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ નવ પદનું આરાધન. ૩૩] હોય તે સાધારણ પથ્થર કરતાં ચઢીયાતું જણાતું નથી. પણ જ્યારે સાધારણ પથ્થર અથવા કેયલાની ખાણમાંથી તેને જુદુ પાડવામાં આવે છે, અને તેના ઉપર બાઝેલી છારી કાઢી નાખવા તેને સરાણ ઉપર ચડાવવામાં આવે છે, અને પછી તેને ઓપવામાં આવે છે, તે વખતે તેનું અસલ નરોજ માલમ પડી આવે છે. ખાણની અંદરથી બહાર કાઢવામાં આવ્યા તે વખતે તેની જે કીંમત થતી હતી તેના કરતાં તેની હજારગણું કીંમત વધી જાય છે. એ જે પ્રભાની પ્રકાશ તેની અંદર માલમ પડે છે, તે કંઈ બહારથી તેમાં દાખલ થઈ શકતા નથી પણ તે તો કુદરતી છે. તેજ પ્રમાણે આત્માની અંદર રહેલું જ્ઞાન એ કંઈ બહારથી આવતું નથી, પણ સગુરૂ સમાગમ અને ત્રાસ્ત્રીભ્યાસ ઈત્યાદિ નિમિત્તાથી જ્ઞાનના ઉપરનું આવરણ ખસી જવાથીજ એ શક્તિ પ્રગટ થાય છે. જેટલા જેટલા અંશે વિકોષ પ્રગટ થાય તેટલા તેટલા અંશે જ્ઞાનશક્તિ વધે છે, અને તમામ આવરણું ખશી જઈ ક્ત પ્રગટ થાય છે ત્યારે તેને કેવળજ્ઞાન થાય છે. તેનો મહીમા અદ્ભુત છે, કેવળજ્ઞાનીને જે આનંદ છે તે આનંદ કેવળજ્ઞાન સિવાયના જેવો જાણી કે અનુભવી શકે નહિ. તે અવાય છે. તેને આનંદ જવવાને માટે જ્ઞાનીઓએ બહુ બહુ પ્રકારે અને કરેલા છે, પણ જે વસ્તુ એવી છે કે જેનું વચનથી વર્ણન થઈ શકે નહિ ત્યાં શે ઇલાજ? શાસ્ત્રકાએ દ્રષ્ટાંતથી સમજાવવા યત્ન કર્યો છે કે જે માણસ મરી હોય તેને ઉત્તમ પ્રકારની સ્વાદિષ્ટ રસોઈ જમાડી છે, તેથી તેને ઘણે આનંદ થાય અને તેથી તેના હોને પાર રહે નહિ. તે ઘણે ખુશી થાય પણ તે પિતાને આનંદ બીજાને સમજાવી શકે નહિ તેવીજ રીતે કેવળજ્ઞાનના આનંદનું સ્વરૂપ છે. પાણી અને ઘીના સ્વાદને અનુભવ દરેકને હેય છે, પણ તેનું સ્વરૂપ બીજાને રામજાવવું મુશ્કેલ થઈ પડે છે. ગોળ, ખાંડ અને સાકર એ ત્રણમાં ગળપણું છે અને તે જુદા જુદા પ્રકારનું છે. તે આપણે સમજી શકીએ છીએ, છતાં તેનો તફાવત આપણે બીજાને સમજાવવા અશકત છીએ. તેવી રીતે કેવળ જ્ઞાનનો આનંદ સમજવ નાનીઓને અશક્ય લાગે છે. મેટ્રીકના અભ્યાસ કરતાં બી. એ. તથા એમ. એ. થએલાની નાનશક્તિ વધારે વધારે ખીલેલી હોય એ નિરવિવાર વાત છે, અને તેથી પહેલાના કરતાં તેનો આનંદ વધારે હોય એ સાડઇક છે; છતાં તે આનંદનું સ્વરૂપ તે બીજાને શી રીતે સમજાવી શકે ? દુનીયાના પગલિક માયાવી સુખ કરતાં કેવળ જ્ઞાનીનું સુખ, આમિક આનંદ અનંતગણે છે. તેથી સમ્ય, જ્ઞાન એ પરમતત્વ છે. એ જ્ઞાન કેટલાક પ્રકારનું છે, અને તે દરેકનું સ્વરૂપ શું છે તે સમજવા માટે જેમાં નંદવ નામને શાસ્ત્રીય ગ્રંથ છે, અને તે ઘણે ગહન છે. તેના ઉપર મહાન આચાર્યોએ ટીકાઓ રચેલી છે. તે ખાસ અભ્યાસ કરવા જેવો ગ્રંથ છે પણ તે દરેક જીજ્ઞાસુથી તેમ બની શકે નહિ તેને માટે સંક્ષિપ્ત સ્વરૂપ જુદે જુદે પ્રસંગે શાસ્ત્રકારોએ બતાવેલું છે. વિધાયક નામનો જન શીલસુફીનો મહાન ગ્રંથ છે, તેમાં પણ તેનું ઘણું વર્ણન છે. તેને સમજવાને ખપ કરનાર અને સમજીને બીજાને સમજાવાની છત્તિ કરનાર મહાન વ્યકિતઓ નુતન માલમ પડે છે. જૈન શાસ્ત્રકારોએ જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ પાડેલા છે. મતિજ્ઞાન, ચુતજ્ઞાન, વાધજ્ઞાન, મન:પર્યવઝાન અને કેવળજ્ઞાન. કેવળજ્ઞાનમાં તે બીજા ચારે જ્ઞાનનો અભાવ છે. મતિજ્ઞાન અને તનાન એ ઇકિય અને મનજીત છે, બાકીના ત્રણ જ્ઞાન અતિક્રિય છે. મતિજ્ઞાનના જુદા જુદા ભે–પર્યાય ૨૮ અને ૩૪૦ છે, તે ખાસ અભ્યાસ કરવા લાયક છે. હાલના જમાનાની ધ– ળ કર
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy