SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સિંદર્ય પ્રાપ્તિને સર્વોત્તમ ઉપાય ! ભવ્ય અત્યંત સુંદર–અત્યંત પ્રતિભાશાળી અને અત્યંત પ્રશાંત વિગેરે અનેક આત્મગુણોથી અલંકૃત હતા, તેવું તેઓને મહાપુરૂષ-રાત્રી દીવસ-અને પળેપળે ચિન્તવન-મનન કર્યા કરે છે. તેમાં તલિન રહે છે ને તેઓ તે તે ગુણો પ્રાપ્ત કરી શકે છે. પૂર્ણ આનંદમય-પૂર્ણ જ્ઞાનમય-સ્વરૂપમય–પરમાત્મા જે રસ્તે ગયા-તેઓએ જે સુકો કર્યા-પિર જે રીતે જય મેળવ્યો-સર્વ જગતનાં પ્રાણિ માત્ર પર સમાન ભાવ તથા દયા દાખવ્યાં-અનુપમ શમતા સમુદ્રમાં વિહર્યા, અને જે રીતે તે મનુષ્યમાંથી દેવપણે પલટાયા તેજ રસ્તા-તેજ રીત–ને તેજ અને તેને અનુસરે છે–તેજ સુત્રોમાં તલિન થાય છે--તેજસુત્રો સાક્ષાત્કાર કરે છે અને આ રીતે જ મહાપુરૂષો અત્યંત પ્રતિભાશાળી, પ્રશાંત, અને સૌદર્ય વિકસીત જણાય છે. પિતાના મુખને અથવા શરીરને સુંદર કરવા અનેક મનુષ્યો ઈચછે છે, અને સાંદર્ય વધારનાર, વિવિધ પ્રકારનાં તેલ, ઔષધિઓ, અને મર્દનાદિ ઉપચારને તેઓ આગ્રહથી ઉપયોગ કરે છે–પણું વાંચકો ! સંદર્ય કાંઈ ઉપરના-બાહ્યાચારમાં રહ્યું નથી. સાંદર્ય એ આંતરીક ગુણ છે, અને અંતરમાં તે હોય છે, તેમજ શરીર ઉપર તે પ્રકટપણે વિલસી રહે છે. શૌદર્યને પ્રાપ્ત કરવાને, કદી પણ નિષ્ફળ ન જાય તેવો એક અદિતીય નિયમ–મહાપુરૂષોના જીવનમાંથી આપણને પ્રાપ્ત થાય છે અને તે એ છે કે–સાંદર્ય ઉપર પ્રગાઢ પ્રેમ ધારણ કરવો. જેનો જેના પર પ્રેમ હોય છે તેના જેવો જ તે થાય છે અને કીટ ભમરીવત” ન્યાયે સંદર્યપર પ્રેમ કરનાર, સુંદર થયા વિના રહેતા જ નથી. પણ સુંદર વસ્તુઓ ઉપર કેને પ્રેમ હોતો નથી? સર્વને જ હોય છે. તથાપિ સર્વ સુંદર કેમ થતા નથી ? કારણ સુંદર વરતુઓ ઉપર તેમને જેટલો પ્રેમ હોય છે, તેના કરતાં સાંદર્ય રહિત વસ્તુઓ ઉપર અધિક અણગમો તેમને હોય છે અને સુંદર વસ્તુઓ ઉપર પ્રેમ એક પણે જ્યારે શરીરને સુંદર કરે છે–ત્યારે સાંદર્ય રહિત વસ્તુઓ ઉપરનો તેમનો અણગમે--બીજે પ તેમના શરીરને કુરૂપ બનાવવા માંડે છે. સુંદર વસ્તુઓ ઉપર પ્રેમ શરીરને સુંદર શાથી કરે છે તે તમે જાણો છો? જ્યારે આપણે સુંદર વસ્તુઓ જોઈએ છીએ, ત્યારે તેના દર્શનથી પ્રસન્નતા આદિ અનેક પ્રીય ભાવો આપણા મનમાં ઉદ્ભવ પામે છે અને આ પ્રીય ભાવે આપણું શરીર પર પ્રીય ભાવોવાળી સુંદર રેષાએ પાડે છે. ચાલો પેલા સામેના અનેક પુષ્પ મંડિત-વેલીવિલસિત, સુંદર બગિચામાં જઈએ-જરારહેલીએ, વારૂ બે ઘડી મનને વિરામ મળશે! આવા આવા વિચારે એ તમે સુંદર-સુવાસીત બગિચા તરફ જવા આકર્ધાઓ છો-લલચાવ છે ! ને જાવ પણ ખરા બગિચાનું સુંદર-સુવાસિત–મનને અને પ્રાણને તૃપ્ત કરે તેવું પ્રશાંત-કુદરતી ચમત્કૃતીવાળું વાતાવરણ અને તેનાં આન્દોલને તમારા મગજના પિતા અને ફિલષ્ટ વિચારોના વાતાવરણને ધકેલી કાઢે છે. અને તેની જગ્યાએ ઉન્નત-પ્રશાંત-શુદ્ધ આનંદદાયક વિચારોનાં ઉત્કૃષ્ટ આન્દોલને રેડે છે, ને તમારા મગજને તહવત કરી મુકે છે; ને તે વખતે તમારા મગજની-હદયની અને શરીરની બાહાંતર સ્થિતિ કંઈ અજબજબની રહે છે તમારી મુખશ્રીપર અદિતીય સંદર્ય પ્રભા બિરાજી રહે છે-અને જાણે તમે બદલાઈ જ ગયેલા જણવ છે પણ એટલામાં જ બગીચાની બહારના સરીયામ રસ્તા પર થઈને, એક એવો સમુહ પસાર થાય છે કે--જે બધે દુર્ગંધ ફેલાવતો ફેલાવતે ચાલ્યા જાય છે અને તમારી આસપાસનું બધું વાતાવરણ, દુર્ગંધમય અને ત્રાસ
SR No.522053
Book TitleBuddhiprabha 1913 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size916 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy