________________
સુવર્ણ
જ.
કેવળ કુંક મારવાથી જ વાંસળી વાગતી નથી પરંતુ આંગળીઓને પણ ઉપગ કરે પડે એ સ્વાભાવિક છે.
મનુષ્યને શાંતતા તરફ પ્રવૃત્તિ કરાવનાર બે શક્તિ છે. એક ન્યાય બુદ્ધિ અને યુ તાયુક્તનો વિચાર!
પિતાના આયુષ્યક્રમનું છેવટ અને પ્રારંભ એવો એક સરખો સંબંધ જે મનુષ્ય શોધી શકે છે તેજ પુરૂષ અત્યંત ભાગ્યવંત સમજવો જોઈએ.
ડાઘા પુરૂષ
પણાનું કર્તવ્ય કર્યું તો તે કઈ હાની સુની વાત કહી શકાય નહિ.
આશા એ દુઃખિત પુરૂષનાં પ્રાણ છે.
માણસને કોઈ પણ ફસાવવા શકિતમાન નથી પરંતુ મનુષ્ય પિતે જ તેવાં આચરણ આચરી ફસાય છે.
એક ક્ષણ કાંઈ પણ કીબન નથી એમ સમજવા કરતાં જગતના એક લુલ્લક વ્યવસાયમાં પ્રવૃત્તિ કરવું બહેતર છે.
ગતકાળ પાસેથી અનુભવનું શિક્ષણ લેવું, ચાલતા કાળને યોચિત ઉપયોગ કરવો અને ભવિષ્યમાં કરીશ એમ રાખવું નહિ.
જેનું બેસવું ઘણું હોય છે તેની કરણી ડી હોય છે!
હસતું મુખ અને મધુર સર એનો સંસારમાં ઘણાજ ઉપયોગ થાય છે.
- મનુષ્યના હાથે જે નાની સુની વાતે બની આવે છે તે ઉપરથી તેની પરીક્ષા થાય છે.
દરેક મનુષ્ય દુરાચરણ આચરતાં અને કુકૃત્ય કે પાપ કરતાં અટકી જવું જોઇએ કારણ કે બીજાઓએ કરેલી નિંદા સહન કરી શકાશે પરંતુ આપણું મને દેવતાને દંશ સહન થવો અતિ કઠિન છે.
મનુષ્ય ગમે તેટલો ગરીબ હેય, ગમે તેટલે અજ્ઞાની હોય અને ગમે તેટલો નીચ હોય તે પણ તેમાં દિવ્યાત્માનો અંશ પરક્ષપણે હેય છે જ !
જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી કૃતકાર્યની જવાબદારી તેના ઉપર જ હોય છે. તે જવાબદારી આપણે બીજાપર નાંખી એટલે સમજી લે કે આપણે તેમાંથી છૂટી શકીશું નહિ.