________________
બુદ્ધિપ્રભા.
ક્ષા છે, તે ધાન્ય પણ અનેક પ્રકારનાં હોય છે પરંતુ તે સર્વે ઉત્પન્ન થવામાં જમીન જરૂર છે, તેમ આપણા દેશનું-આપણી સમાજનું વિણ કરી તેને પ્રતાપી કરવામાં, નાના પ્રકારના વિશ્વમાં નિપુણ થયેલા આપણ સર્વને વિદ્યારૂપી જળ વિના ચાલતું નથી. આ પણું સ્વીકારેલા રૂચિકર વિષયને પુષ્ટિ આપનાર વિદ્યા છે. વિદ્યારૂપી જળની પુષ્ટિ વિના કોઈ કર્મ ઉગીને ફળ આપવાનું નથી. પછી તે ગમે તે ઉચ્ચ વિષય હોય અથવા ઉચ્ચ કમે હોય પરંતુ તેમાં જે વવગરનું વિઘા જળ નથી હોતું તે તે નિર્વિત અને લુખુ સુખ દેખાય છે અને જ્યારે એમ છે ત્યારે તે તેની ઉપર પુષફળ આવવાનાંજ નથી. તેથી ઉલટું સાધારણ વિષય હોય અથવા સાધારણ કામ હોય છે તેમાં, જે વિદ્યાના જળની પુષ્ટિ થયેલી હોય છે તે તે પ્રકૃતિ તથા મનોહર થઈ જાય છે. એ વિદ્યાને મહિમા છે.
આ સંસારમાં અનેક ધનદાતા છે. એક પશુ પાલકથી તે રાજ્યના પાલક સુધી સર્વેમાં વિદ્યાવડે મળેલી સમજણ સાથે કામ કરવામાં આવે તે તે બહુ દીપી નિકળે છે. ગુણકારી થાય છે. જેને વિદ્યા મળે છે તે બલવાન અને ગુણવાન બને છે.
વિદ્યા એ બહુ ગુણની દાતા છે, આ સંસારમાં વિદ્યાએ બહુ પ્રકારની બાલા અનુકુળ તાઓને મેળવી આપે છે, એ તો સર્વેના જાણુવામાં છે. એમાં વિદ્યાના ફળની સમાપ્તિ થઈ જાય છે એમ સમજવાનું નથી.
તે તો માત્ર વિદ્યાના ઉપફળ રૂપ છે. વિદ્યાનું પ્રધાન ફળ તો તે વિદ્યામાં વધતા રહી પરવ. ઘામાં પરિણુત થઇ સુખદાતા જ્ઞાનાવસ્થાનો આવિર્ભાવ થઈ મનને જે સુખશાંતિ મળે છે, તે છે.
તે પ્રધાન ઉગ્ય અને પરિપકવ ફળ સર્વે ને માટે સાધ્ય નથી. જે પુરૂષો ઉગ્ર વિદ્યાફળ પ્રાપ્ત કરે છે તે પુરૂષના સુખની સીમા નથી. ::
આ જગતમાં સર્વને અન્ત છે; પરંતુ વિદ્યાને કિંવા જ્ઞાનને અા નથી. અનંત જ્ઞાનનું સુખફળ પણ અનન્ત છે.
એ અનુપમ વિઘાદારા પરમાન પ્રાપ્ત કરી આત્યંતિક સુખમાં મગ્ન થયેલા જે મહાભાએ તેની સુખમવી જ્ઞાનાવસ્થા એવી અલૌકિક અને અગમ્ય છે કે તેને અન્યને ભાસ થો માત્ર દુર્લભ છે.
દુનિયાના રસ્તા પર ચાલતાં જ્યારે વિપત્તિરૂપ કાંટા અને બાવળના ઝાડ આવે ત્યારે તેની આગળ બેસીને રડવા કરતાં તેની ઉપરથી કૂદી જવાની અથવા તેમાંથી કેમ કરી પાર પામી શકાય તેની તજવીજ કરવી એ વધારે સારું છે, તેની પાસે દિલગીર થઈ રડતા બેસી રહેનાર પુરુષની જીદંગીને દેરા સદાકાળ ટુંકે હેાય છે અને અંદગીના ડહાપણમાં ભરેલી સારી ચાલચલગત અને ચિત્તની વિશુદ્ધ વ્રત-અને વિમળ વિયાની આવશ્યકતા છે.