________________
બુદ્ધિપ્રભા.
ભાન થયા પછી તેને ચાલુ સમયમાંજ ક્ષિામાં મુકવાનો ઉત્સાહ છે જેએ. મનુષ્યને જે જોઈએ તે પ્રાપ્ત ન થવામાં માત્ર ગાન અને કર્તવ્યની ન્યુનતા એ બેજ હેતુ છે. જે મનુષ્ય વર્તમાનને યથામતિ ઉત્તમ રીતે સિદ્ધ કરીને જ્ઞાન તથા સામર્થની વૃદ્ધિ કરે છે તે તેના ઇચ્છીત કાર્યો સહજ વારમાં સિદ્ધ કરી શકે છે. જ્ઞાનમાં અને સામર્થમાં બધી વાતે એક જ ઉપાય છે તે એ કે તમારામાં જેટલું જ્ઞાન અને સામાન્ય હોય તેનો ઉત્તમ રીતે સદ્વ્યય કરો. જેટલું જ્ઞાન પ્રાપ્ત હોય અને જેટલી શક્તિ પ્રાપ્ત હોય તેટલાથી ઉત્તમ કર્તવ્ય કરો અને અધિક જ્ઞાન અને અધિક બળને પ્રાપ્ત કરી શકશો. અંગ્રેજીમાં એક કહેવત છે કે
એક એ કરોડની બરાબર છે એટલે કે જે એક છે. તે કોઇ પણ મેળવી શકાય તેમ છે માટે થોડુ ઘણું જ્ઞાન હોય છે તેથી અધિક જ્ઞાન મેળવી શકાય તેમ છે.
જે હાલમાં ચાલુ સમયમાં કરવાનું સામર્થ હેય તે ન કરવાથી સમય અને બળને મોટો ક્ષય થાય છે. પ્રાપ્ત જ્ઞાન અને સામને ઉપયોગ કરવાથી અધિક પ્રાપ્તિને સંભવ આવતું નથી. જે કાર્ય તમારાથી હાલ થઈ શકે તેવું લાગે તેને હાલજ કરે અને તે અવશ્ય સિદ્ધ થશે એવી શ્રદ્ધા રાખે, તમે તેમાં કદી નિષ્ફળ થશે નહિ. કાર્યની સત્વર સિદ્ધિ થવામાં વર્તમાન સમયના એવા દ્રઢ ઉપાસક બનો કે તે વિના બીજા કાળનું વિજયી પ્રાપ્તિ માટે રમરજ ન રહે.
ચાલુ સમયને સનમાર્ગે વાપરનારને ભવિષ્યના સમયનો વિચાર હેતેજ નથી. તેને તે ભવિષ્ય એ તેને વર્તમાન સમય છે.
ચાલુ સમયમાં શું શું કરવા ય છે, અને કો પ્રયત્ન વિજયને અપનાર છે એ જેઓ જાણતા નથી તેઓ વર્તમાન સમયને યથેચ્છ લાભ જાણી શકતા નથી. આમ થવાનું કારણ એ જ છે કે તેમનું ચિત્ત અને વૃત્તિઓનું બળ બહુ વિખરાઈ ગયું હોય છે. વ્યતીત કાળના અને ભવિષ્ય કાળના વિચારોમાં તેમનું ચિત્ત તું હેય છે. પૂર્વ અને પશ્ચિમથી પણ અધિક છે તેના વિચારને તેઓ કરતા હોય છે પણ મધ્ય પ્રદેશનું તેમને ભાન હેતું નથી. જો કે મધ્ય પ્રદેશ ચાલુ સમયમાંજ ભૂત અને ભવિષ્યનું ચીંતન કરતા હેય છે. ચાલુ સમયના કર્તવ્યને નિર્ણય કરવાને ચિત્તવૃત્તિઓ ચાલુ સમયનાજ વિચારમાં સ્થાપવી જોઈએ. ભૂત અને ભવિષ્યમથી ચિત્તવૃત્તિને વર્તમાનમાં જ્યાં સુધી સ્થાપવામાં ન આવે ત્યાં સુધી ચાલુ સમયના કર્તવ્યનો તેમ સંગોને નિર્ણય કઈ રીતે થાય નહિ. આથી વર્તમાન સમયના કર્તવ્ય માટે મનુષ્ય વર્તમાન સમયના જ વિચારોમાં રમણતા કરવાની અપેક્ષા રાખવી.