________________
૫૧
વ્યવહાર અને ધર્મ.
? તમે નાના ગામડામાં રહેતા હો ત્યાં ઘણા મનુષ્ય અભણ હોય તે રાત્રે બધાને એકઠા કરી એક વાતનું રસ સાથે બેધ આપનારું પુસ્તક તેમને વાંચી સંભળાવે, તેને સાર તેમના મગજ પર ઠસાવો. અજ્ઞાન પણ ભેળા હદયના એવા ગામડીયાઓ પર જે અસર તમે કરી શકશે તેવી અસર ભણેલા પણ કપટી માણસ પર નહિ કરી શકાય, માટે વિશ્વાળ હૃદય રાખી કોઈને પણ મદદ કરવાની ઈચ્છા રાખે, અને તે ઈચ્છા પાર પડે એવા સંજોગોની હમેશાં ધમાંજ રહે. જરૂર તમને તેવા સંજોગો મળી આવશે, નાની નાની બાબતમાં દયા બતાવતાં શિખે, નાની નાની બાબતમાં પરમાર્થનું કામ કરતાં શિખે,
શ્રી મહાવીર પ્રભુના ૨૮ ભવમાનો પ્રથમ ભવ તપાસે. તેઓ તે વખતે કોણ હતા? એક સામાન્ય કણબી હતા. તેમણે શું કામ કર્યું હતું ? એક સાધુ મહારાજને અન્નદાન દિધું હતું, અને તે ભૂલા પડેલા સાધુને માર્ગ ભેગા કર્યા હતા.
આ રીતે પરમાર્થનું બીજ રોપાયું, જેનું વૃક્ષ વધી વધીને તીર્થકર તત્વ રૂપમાં આવ્યું ભરેક મેટા કામને પ્રારંભ નાની નાની બાબતથી થાય છે, એ સ્મરણમાં રાખે. માટે “હું શું કરી શકું ? એવું કદાપિ હવેથી બેલતા નહિ પણ તે વીરપતાને પગલે ચાલી કોઈ નહિ ને કાંઈ શુભ કામ કરતા રહે. તે શુભ કામને આનંદ તમને અવર્ણનીય થશે અને જ્યારે પણ શુભ કામો તમારે નામે જમે થશે, જ્યારે શુભ કામ કરવાની તમને ટેવ પડશે, અરે જ્યારે શુભ કામ કરવું એ તમારો સ્વભાવજ થઈ જશે, ત્યારે જે દિવસે તમે પ્રથમ શુભ કામ કરવા માંડયું હતું તે દિવસને ખરેખર ધન્યવાદ આપશે.
પ્રિય બંધુઓ! આ વિશ્વમાં પરમાર્થનાં કામ ઘણું કરવાનાં છે. પરમાર્થ એ જ ધર્મ છે; અને પરમાર્થ કરતાં વધારે ઉચ્ચ બીજે ધર્મ હોઈ શકે જ નહિ, એ સ્મરણમાં રાખી યથાશક્તિ અને યથામતિ આ દિશામાં પ્રયાણ કરે.
જ્ઞાનથી મનુષ્ય વધારે મદદ કરી શકે એ વાત ખરી છે, પણ કહેવાતા જ્ઞાનીઓ રવાઈમાં ડૂબેલા હેપ છે, કહેવાતા પદવીધો કલેશ કંકાસમાં પડેલા હોય છે, અને કહેવાતા મોટાઓ માન-અભિમાનમાં ગરક થયેલા હોય છે માટે બાહ્ય ભણતરની વાત કારાણે રાખી હૃદયને તપાસે. હદયની નિર્મળતામાંજ ધર્મ છે. જેથી મન નિર્મળ થાય તે તે કારણો આ દરવા યોગ્ય છે અને જે જે નિમિત્તાથી હૃદયમાં કલેશ કંકાસ અને મલિનતા વૃદ્ધિ પામે તે તે નિમિત્ત ત્યાજ્ય છે. જે જે મહાત્માઓ અને ધર્મ સંસ્થાપક થઈ ગયા છે તેઓ હદયની નિર્મળતાના બળથીજ વસુધાપર પોતાના વિચારોની અને અનુકરણ કરવા લાયક છવનની છાપ પાડી ગયા છે. હૃદયની નિર્મળતાને આડે આવનાર મોટું વાદળ સ્વાર્થ છે. માટે જ આ લેખમાં કહેવામાં આવ્યું છે કે પરમ અર્થ–પરમાર્થ કરે, એટલે રવાય છૂટશે, અને સ્વાર્થના નાશની સાથે હદય સ્ફટિકમણિ જેવું નિર્મળ થશે, અને આત્મસુર્યની જાતિ તેના પર પડશે, અને જ્ઞાન આપોઆપ પ્રકટી નીકળશે. સઘળી ઉન્નતિની ચાવી “પરમાર્થ છે.